રાજકોટઃ રાજકોટ શહેરના લોહાનગરમાં રહેતી પ્રાંચી રણજિતભાઇ ઉધરેજિયા (ઉ.વ.15) રવિવારે સવારે એના ઘરમાં ન હતી. જેથી એના પરિવારજનોએ (Lover suicide Case Rajkot) એની શોધખોળ (Rajkot police Suicide case) શરૂ કરી દીધી હતી. બાજુમાં જ આવેલા તેના બીજા મકાનમાં એનો મૃતદેહ લટકતી સ્થિતિમાં જોવા મળ્યો હતો. પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હેતું ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટના સામે આવતા રાજકોટ એ ડિવિઝન પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી.
પોલીસ સુત્રોની વિગતઃ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રિયાંશીને તેની પાડોશમાં રહેતો દીપક ઉપાડી ગયો હતો. તારીખ 2 જૂલાઈના રોજ આ ઘટના બની હતી. આ અંગે તરુણીના પિતાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દીપક ચારોલિયા સામે અપહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરના પગલાં લીધા હતા. પોલીસે દીપકની ધરપકડ કરી 5 ઓગસ્ટના લોકઅપમાં નાંખી દીધો હતો. પણ જેલમાં દીપકે તારીખ 20ના રોજ સળીયા સાથે ટુવાલ બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ વાત પ્રિયાંશી સુધી પહોંચતા તેમણે પણ આવું પગલું ભરી નાંખ્યું હતું.
વહેલી સવારે અંજામઃ પ્રેમીના મૃત્યું બાદ પ્રિયાંશી સ્તબ્ધ રહેતી હતી. એની વર્તણૂંકમાં ફેર પડી ગયો હતો. પણ રવિવારે પરિવારજનોને લાગ્યું કે તે પાણી ભરવા માટે ગઈ હશે. પણ પાછી ન આવતા પરિવારે તપાસ કરી. પણ ત્યાં સુધીમાં પ્રિયાંશીએ ઘટનાને અંજામ આપી દીધો હતો.