કેરળ: પોલીસે બુધવારે એક પુરૂષ શિક્ષકની ધરપકડ કરી હતી, જેણે સગીર વિદ્યાર્થી સાથે અકુદરતી છેડતી કરી (Teacher molesting student) હતી. આરોપી (અસૈનાર, 42) કેરળના મલપ્પુરમ જિલ્લાના નિલામ્બુર તાલુકાના ચુંગાથરા ગામનો વતની છે. તે નિલામ્બુરની એક સરકારી શાળામાં શિક્ષક છે.
પોલીસનું નિવેદન: આરોપી છેલ્લા બે વર્ષથી સ્કૂલમાં છોકરાને વારંવાર ધમકીઓ આપી જાતીય સતામણી કરતો હતો. છોકરાએ તેના માતા-પિતાને જાણ કર્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ પરિવારે નિલાંબુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોક્સો એક્ટ હેઠળ ફરિયાદના આધારે શિક્ષકની ધરપકડ કરવામાં આવી (Kerala police arrested teacher for molestation) હતી.