અમદાવાદઃ સરખેજ વિસ્તારમાં રહેતા અને રાણીપમાં કંસ્ટ્રક્શનનો વ્યવસાય ધરાવતા કેવલ મહેતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં અપહરણ(Kidnapping Case in Ahmedabad) અને ખંડણી અંગે ફરિયાદ નોંધાવી છે. આ વેપારી 24મી ડિસેમ્બરનાં રોજ ઘરેથી રાણીપ પોતાની સાઈટ પર જઈ રહ્યા હતા. ત્યારે ઘરથી નજીકમાં જ એક ટુ-વ્હીલર પર બે શખ્સોએ આવીને વેપારીની ગાડીની ઓવરટેક કરી અથડાવવાનું બહાનું કરી બોલાચાલી કરી હતી.તે જ સમયે ઈનોવા ગાડીમાંથી 6થી 7 લોકોએ આવીને ગાડીને ટક્કર મારી હોવાથી યુવાનોને હોસ્પિટલમાં સારવાર માટે જવાનું કહીને વેપારીને જબરદસ્તી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતુ. સાણંદમાં ખુલ્લી જગ્યામાં ગાડી રોકીને અશોક પટેલ નામનાં શખ્સે વેપારીને ચપ્પુથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.
3 કરોડ રૂપિયાની માંગણી કરી
ફરિયાદીનું અપહરણ કરીને તેની પાસેથી 3 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે વેપારી પાસે એટલા પૈસા ન હોવાથી 80 લાખ રૂપિયા અશોક પટેલનાં જ્યારે અન્ય 20 લાખ રૂપિયા બીજા માણસોને એમ અંતે એક કરોડ રૂપિયા લેવાનું નક્કી કરાયું હતું. વેપારીની ઓફિસે જઈને 80 લાખનાં ચેક તેમજ 3 લાખ રોકડ(Ransom Case in Ahmedabad) રકમ લઈને આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ વેપારીને હાથમાં ઈજાઓ થઈ હોવાથી સારવાર કરાવી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ(Complaint of kidnapping at Sarkhej Police Station) નોંધાવી હતી.
ફરિયાદી આરોપી બંને એકાબીજાથી પરિચિત
આ મામલે સરખેજ પોલીસે અશોક પટેલ, નીલ પટેલ અને રફીક નામનાં વ્યક્તિ સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસે(Crime Case in Ahmedabad) આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી.. ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપી અશોક પટેલ 5 વર્ષ પહેલા ઉજાલા ખાતે તેમની સાઈટ પર કામ કરતો હતો અને તેણે ફરિયાદનો ભાગીદાર હોવાની વાત ઉપસાવી કાઢી છે. જોકે આ ગુનામાં ફરિયાદ નોંધાવનાર કૈવલ મહેતા સામે પણ અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ(Fraud Case in Ahmedabad) નોંધાયેલી હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે આ ગુનામાં આરોપી અને ફરિયાદી(Builder Abducted in Ahmedabad) પહેલાથી પરીચીત હોવાથી પૈસાની લેતીદેતી હતી તેમજ બાકી તપાસ હજુ બરકરાર છે.
આ પણ વાંચોઃ આર્યનનું અપહરણ કરી ક્રુઝ પર લઈ જવામાં આવ્યો, ભાજપના નેતાની ભૂમિકા હતી: નવાબ મલિક
આ પણ વાંચોઃ Kidnapping news : અમદાવાદમાં એક બિલ્ડરનું અપહરણ, પોલીસે તેને મુક્ત કરાવી 5 શખ્સોની કરી ધરપકડ