- મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં કામ કરતી વખતે ઈજા પામેલ કર્મચારીનું મોંત
- 10 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મોંત થયું
- માંજલપુર પોલીસે અકસ્માત મોંતનો ગુનો નોંધી તપાસ હાથધરી
- મકરપુરા જીઆઈડીસીમાં આવેલી શ્રેયસ બ્રાઇટ બાર્સ નામની કંપનીમાં બનાવ બન્યો
વડોદરાઃ શહેરની મકરપુરા જીઆઇડીસીમાં આવેલી શ્રેયસ બ્રાઇટ બાર્સ નામની કંપનીમાં 37 વર્ષના સંજય સિંહ નરેન્દ્ર સિંહ કોઠીયા રહેતા હતા. જેઓ આ જ કંપનીમાં છૂટક મજૂરી કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. ગત 3જી તારીખે તેઓ કંપનીમાં કામ કરતા હતા. તે સમયે દરમિયાન એકાએક તેને ચક્કર આવતા તે પોઈન્ટિંગ મશીન પર પડી જતા તેઓને ગળા અને હાથમાં ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જો કે રવિવારે સવારે તેમનું મોંત નીપજ્યું હતું.
કોઠીયા પરિવારે એકનો એક મોભી ગુમાવતા પત્નિ-બે પુત્રો પર આભ તૂટી પડ્યું
મકરપુરા જીઆઇડીસીમાં આવેલી શ્રેયસ બ્રાઇટ બાર્સ કંપનીમાં કામ કરતા સંજય સિંહ નરેન્દ્ર સિંહ કોઠિયાને ગત 3જી તારીખે અચાનક ચક્કર આવતા તે પોઇન્ટીંગ મશીન પર પડ્યા હતો. જેના કારણે તેના ગળા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત સંજયને સારવાર માટે સયાજી હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો હતો. 10 દિવસની સારવાર બાદ દર્દીનું મોત થયુ છે. આ અંગે માંજલપુર પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જો કે,પરિવારના મોભીનું જ મોંત નિપજતા મૃતકના પત્નિ અને બે પુત્રોને જીવન નિર્વાહ કરવા માટે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.