ETV Bharat / city

સાવલીના ખાખરીયા ગામે આવેલી ટાટા એન્ટરપ્રાઈઝ કંપનીનું યુનિટ બંધ કરતા બાકી વળતર મામલે કામદારોએ કર્યું વિરોધ પ્રદર્શન - Savli

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના ખાખરીયા ગામ પાસે આવેલ ખાનગી કંપની યુનિટ બારોબાર બીજાને વેચાઈ ગઇ હોવાની જાણ કામદારોને થતા પોતાના બાકી પડેલ મહેનતાણાની માંગ સાથે કંપનીના મુખ્ય ગેટ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કામદારોએ કર્યું વિરોધ પ્રદર્શન
કામદારોએ કર્યું વિરોધ પ્રદર્શન
author img

By

Published : Jul 18, 2021, 9:33 PM IST

સાવલીના ખાખરીયા પાસે બંધ પડેલી કંપનીના કામદારોનો વિરોધ

કામદારોએ બાકી પગાર બાબતે હોબાળો મચાવ્યો

ઓટોમોટિવ સ્ટેમ્પઇંગ એન્ડ એસેમ્બલી લી. કંપનીના 182 કામદારો મુશ્કેલીમાં મુકાયા

વડોદરા: ઓટોમોટીવ સ્ટેમ્પઈંગ એન્ડ એસેમ્બલી લી.કંપનીના કામદારો(Workers )એ લોહી-પાણી એક કરી કંપનીમાં કરેલી કાળી મજુરીના બાકી પડતા વેતન માટે લેબર કોર્ટ અને હાઇકોર્ટમાં કેસ જીતી ગયા હોવા છતાં બાકી પડતું મહેનતાણું આપવામાં આવ્યું નથી.

કંપનીના ગેટ બહાર બેસી કર્યા ધારણા

કામદારો(Workers )ને એક ચિંતા સતાવી રહી છે કે, જો કંપની વેચાઈ જાય તો પોતે કરેલી કાળી મજૂરીના પૈસા કોની પાસેથી લેવા તેની ફરિયાદ સ્થાનિક ધારાસભ્ય, સાવલી પ્રાંત અધિકારી, મામલતદાર તથા સાવલી પોલીસને કરી કંપની(company)ના ગેટ બહાર ધરણા પર બેસી જઈ ઉગ્ર સુત્રોચાર કર્યા હતા.

આ પણ વાંચો : Maharashtra Accident: તોરણમાળની ખીણમાં ખાનગી વાહન ખાબકતા 8ના મોત, 15 ઈજાગ્રસ્ત

લેબર કોર્ટ દ્વારા 20 ટકા મહેનતાણું ચૂકવવા આદેશ તેમ છતાં કરાયો કોર્ટના આદેશનો અનાદર

સાવલી (savli)હાલોલ રોડ પર તાલુકાના છેવાડે નર્મદા મેઈન કેનાલ પાસે ASALનામનું ટાટા એન્ટરપ્રાઈઝનું કંપની યુનિટ આવેલુ છે. જ્યાં આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાંથી 182 કામદારો (worker)મજૂરી કરતા હતા. 2007માં વેતન બાબતે કંપની સંચાલકો સાથે મડાગાંઠ સર્જાઇ હતી અને તે અનુસંધાને લેબર કોર્ટ અને હાઇકોર્ટ સુધી કામદારો(worker)ની માગણી બાબતે કાયદાકીય લડત ચાલી હતી. પરંતુ 2 મહિના ઉપરાંતના સમયથી કંપનીએ કામકાજ બંધ કર્યું હતું અને કોરોનાના કપરા કાળમાં 180 ઉપરાંત કામદારો રોજીરોટી વિનાના થયા હતા.

બે મહિના પહેલા કંપનીનું યુનિટ બંધ કરાયું હતું

કોર્ટ કેસમાં પણ 30 માર્ચ 2015ના રોજ લેબર કોર્ટમાં 20 ટકા મહેનતાણું ચૂકવવા આદેશ કર્યો હતો. તેમ છતાં કામદારોને કાંઈ મળ્યું નથી અને બે મહિના પહેલા કંપની સંચાલકો દ્વારા કંપની યુનિટ બંધ કર્યું હતું. એક પછી એક યુનિટમાં સ્થાપિત કરેલી મશીનરી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. કંપની યુનિટ બારોબાર કોઈ અન્ય પાર્ટીને વેચાણ કરી હોવાની વાત કામદારો સુધી પહોંચતા કામદારોએ કંપની યુનિટના મેઈનગેટ પાસે બેસી પોતાના બાકી પડતા મહેનતાણાની માગ સાથે હળતાળ શરૂ કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં પણ ખેલા હોબે? AAP, AIMIM બાદ શું તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમાં આવી રહ્યું છે?

હાલ કંપનીમાં કામદારોની વ્યથા સાંભળનાર કોઈ અધિકારી હાજર નથી

જો આ કંપની બારોબાર અન્ય પાર્ટીને વેચાઈ જાય તો કામદારોએ કરેલી કાળીમજુરીના નાણાં કોની પાસેથી મેળવવા તે બાબતે સાવલી પ્રાંતઅધિકારી, મામલતદાર, પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઈનામદારને પોતાના પ્રાણ પ્રશ્નો માટે રજૂઆત કરી કંપનીના ગેટ પાસે બેસી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. હાલ તો ઓટોમોટીવ સ્ટેમ્પઈંગ એન્ડ એસેમ્બલી લિમિટેડ કંપનીમાં કામદારોની વ્યથા સાંભળનાર સંચાલક કે અધિકારી હાજર નથી ફક્ત એક સિક્યોરિટી ગાર્ડ ફરજ બજાવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.