ETV Bharat / city

વડોદરાના સંગ્રહકારે દેશની આઝાદી સમયની દુર્લભ ચીજવસ્તુઓની કરેલી સાચવણી બની આકર્ષણનું કેન્દ્ર - ખાદી ગ્રામ ઉદ્યોગ

કેટલાક લોકોને અનોખી વસ્તુઓનો સંગ્રહ કરવાનો ઘણો શોખ હોય છે. ત્યારે વડોદરામાં પણ એક સંગ્રહકારે ઐતિહાસિક ચીજવસ્તુઓનો સંગ્રહ કરી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે. આ સંગ્રહકારે દેશને આઝાદી મળી તે સમયગાળાના મોમેન્ટો, સિક્કા અને ફોટોગ્રાફ્સ સંભાળીને રાખ્યા છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આવતીકાલે 15મી ઓગસ્ટ દેશનો સ્વતંત્ર દિવસ છે. તો ફરી એક વાર આ સંગ્રહકાર ચર્ચામાં આવ્યા છે.

વડોદરાના સંગ્રહકારે દેશની આઝાદી સમયની દુર્લભ ચીજવસ્તુઓની કરેલી સાચવણી બની આકર્ષણનું કેન્દ્ર

author img

By

Published : Aug 14, 2021, 1:36 PM IST

  • આવતીકાલનો દિવસ (15મી ઓગસ્ટ) સમગ્ર દેશ માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ
  • સમગ્ર દેશમાં આઝાદીના દિવસ (Independence Day)ની ઉજવણી માટે તૈયારી થઈ રહી છે
  • વડોદરાના સંગ્રહકારે આઝાદી સમયના મોમેન્ટો, ફોટોઝ, મેચ બોક્સ સહિત ભાગ્યે જ જોવા મળતી ચીજવસ્તુઓનો સંગ્રહ કર્યો છે
  • આ સંગ્રહકાર પાસે આઝાદી સમયના પ્રથમ યુદ્ધનો મોમેન્ટો પણ છે

વડોદરાઃ આવતીકાલનો દિવસ (15મી ઓગસ્ટ) સમગ્ર દેશ માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. કારણ કે, 15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્ર દિવસ છે. ત્યારે સમગ્ર દેશમાં આઝાદીના દિવસની ઉજવણી માટે તૈયારી થઈ રહી છે. તો આવામાં વડોદરાના એક સંગ્રહકાર પણ ચર્ચામાં આવ્યા છે. કારણ કે, તેમણે દેશને આઝાદી મળી તે સમયગાળાના મોમેન્ટો, ફોટોઝ, મેચ બોક્સ સહિત ભાગ્યે જ જોવા મળતી ચીજવસ્તુઓનો સંગ્રહ કર્યો છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ સંગ્રહકાર પાસે આઝાદી સમયના પ્રથમ યુદ્ધનો મોમેન્ટો પણ છે

આ પણ વાંચો- 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે, ભુલી નહી શકાય દેશના વિભાજનનું દુખ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વર્ષ 1947માં વર્ષનું ગાંધીજીના કેરિકેચર દોરેલું અદ્ભૂત તાળું પણ છે

આવતીકાલે દેશના 75મા સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટની સમગ્ર દેશમાં ઉજવણી થશે. ત્યારે દેશને આઝાદી અપાવનારા આઝાદ હિન્દના લડવૈયાઓ અને તેમના બલિદાનોને પણ યાદ રાખવા જરૂરી છે. તે સમય કાળ દરમિયાન આઝાદીના સમયે કેવા મોમેન્ટો, સિક્કા, ફોટોગ્રાફ્સ હતા, જે જવલ્લેજ જોવા મળતી ચીજવસ્તુઓ જેનો સંગ્રહ વડોદરા શહેરના સંગ્રહકાર અતુલ શાહે કર્યો છે.
આ પણ વાંચો- 75th Independence Day: સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ, તપાસ અભિયાન શરૂ

વર્ષ 1857માં આઝાદીના પ્રથમ યુદ્ધનો મોમેન્ટો પણ છે

વડોદરા શહેરના સંગ્રહકાર અતુલ શાહે જણાવ્યું હતું કે, વર્ષ 1998થી ગાંધીજી ઉપર હું સંગ્રહ કરૂં છું, જેને વર્ષ 2009થી લોકો માટે 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર પબ્લિક ડિસ્પ્લે રાખું છું. 15મી ઓગસ્ટ 1947માં દેશને આઝાદી મળી અને 75મું વર્ષ બેસે છે. વર્ષ 1857માં જે દેશની આઝાદીનું પ્રથમ યુદ્ધ હતું. તે સમયનો મોમેન્ટો છે અને એ મોમેન્ટમાં આઝાદીના લડવૈયા કંડારાયેલા છે. તેની પાછળ ગાંધીજી સહિત ઝાંસી કી રાની, મંગલ દેશપાંડે, રવિન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક એ મહાન વિભૂતિઓના અંકિત કરેલા બ્રાસનો સિક્કો છે.

15 ઓગસ્ટ 1947 લખેલું દુર્લભ તાળું પણ છે

સંગ્રહકાર અતુલ શાહે જણાવ્યું હતું કે, આ સિવાય આઝાદ હિંદ ફોજ આપણને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી ત્યારે આઝાદ હિંદ ફોજ એ જે મોમેન્ટો બહાર પાડ્યો હતો. જય હિન્દ લખેલો ભારતના ધ્વજ સાથે એનો પણ સિક્કો છે. તેના સંદર્ભમાં સુભાષચંદ્ર બોઝની 150મી જન્મ જયંતી નિમિત્તે બ્રાસનો મોમેન્ટો જે બહાર પાડ્યો હતો તે પણ છે. આ સાથે સાથે 15મી ઓગસ્ટ 1947ના રોજ જે તાળું હતું. તેની પર ગાંધીજીનું કેરિકેચર દોરેલું છે અને 15મી ઓગસ્ટ 1947 લખેલું છે તે તાળું મારી પાસે છે.

અખંડ ભારતના નકશામાં ગાંધીજીના ફોટો દર્શાવાયો છે

સંગ્રહકાર અતુલ શાહે વધુમાં જણાવ્યું હતું કે, આજના સંદર્ભમાં કહીએ તો, અખંડ ભારતનો નારો જે હાલમાં આપણે લગાવીએ છીએ. તો અખંડ ભારતનો નકશો કેવો હોય તે મારા પ્રદર્શનમાં મહાત્મા ગાંધીજીના ફોટો સાથે દર્શાવ્યો છે. મેક ઈન ઈન્ડિયા (Make in India) કોન્સેપ્ટમાં ખાદી ગ્રામ ઉદ્યોગ (Khadi Village Industry)માં વર્ષો પહેલા જે વર્કરો કામ કરતા હોય અને પગાર ન લે એમને ખાદી હૂંડી આપવામાં આવતી હતી. એ ખાદી હૂંડી વર્ષ દરમિયાન એને વટાઈ એટલા રૂપિયાની ખાદી લઈ શકતા હતા.

વડોદરાના સંગ્રહકારે આઝાદી સમયના મોમેન્ટો, ફોટોઝ, મેચ બોક્સ સહિત ભાગ્યે જ જોવા મળતી ચીજવસ્તુઓનો સંગ્રહ કર્યો છે

ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટની પણ અનોખી યાદ જોવા મળી

ગુજરાતમાં પેટલાદ ગામમાં મેચ બોક્સની હોમ ઈન્ડસ્ટ્રીઝ હતી અને આઝાદીની લડતમાં સપોર્ટ કરવા એ મેચ બોક્સના લેબલો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને લગતા પોસ્ટર સાથે લોકોને પ્રેરણા આપતા હતા. તેની સાથે સાથે વર્ષ 1942માં ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં નેક્ટેન ફાર્માસ્યૂટિકલ કંપની હતી, જેણે લાહોરમાં ડાયરી બહાર પાડી હતી. આ ડાયરી ઉપર ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝના ફોટોની સાથે અંગ્રેજો હિન્દુસ્તાન છોડો તેને સંલગ્ન ડાયરીનું સંગ્રહ મારી પાસે છે.

મહાત્મા ગાંધીને હિન્દુસ્તાનના બાપુ દર્શાવવા માટે મેગેઝિનનું ફ્રન્ટ પેજ પણ જોવા મળ્યું

અંગ્રેજો જ્યાંથી આવ્યા હતા. તેવા ગેટ-વે ઓફ ઈન્ડિયાથી ત્યારે 15 મી ઓગસ્ટ 1947 ગેટ-વે ઑફ ઈન્ડિયા ઍટલૅ ગેટ-વે અને ગેટ-અવે આ બંનેમાં માત્ર Aનો જ ફરક છે. અને એ જે કૅલેન્ડર છે. તે બ્રોમાઈટ ફોટોગ્રાફીમાં છે. એ સમયે પણ ફોટોગ્રાફીમાં રિમિક્સ કરી શકાતું હતું, જે આમાં દર્શાવવાનો કન્સેપ્ત છે. આ સાથે ઈન્ડિયા મેગેઝિન જે છે. તો મહાત્મા ગાંધીજી સમગ્ર હિન્દુસ્તાનના બાપુ છે. તે દર્શાવવા માટે મેગેઝિનનું ફ્રન્ટ પેજ છે. તે પણ સંગ્રહ રાખ્યું છે. વડોદરામાં દર વર્ષે 2થી 5 ઓક્ટોબર સુધી પ્રદર્શની રાખવામાં આવે છે.

સંગ્રહકાર પાસે ગાંધીજીના 300થી વધુ પુસ્તકો

વર્ષ 2009થી એક્ઝિબિશન શરૂ કર્યું હતું

ગાંધીજી એઝ એ બ્રાન્ડ એમ્બેસેડર અને ગાંધી આર્ટ બેઝ આ બંને ઉપર દર વર્ષે જુદા-જુદા એક્ઝિબિશન 2009થી કરવામાં આવે છે. જ્યારે 1985-87માં મારી પાસે એક વ્યક્તિ લારી પુસ્તકો લઇને આવ્યો, જેમાંથી 70થી 80 પુસ્તકો ગાંધીજીની નીકળી હતી ત્યારે વાસુદેવ સોની નામના જે કલેક્ટર હતા. તેમણે મને કહ્યું હતું કે, તું ગાંધીજી ઉપર સંગ્રહ શરૂ કર. આથી મેં ગાંધીજીને લગતી કેટલીક ચીજવસ્તુઓ એકત્ર કરવાની શરૂ કરી હતી. આથી અમારી પાસે 300થી વધુ ગાંધીજીની પુસ્તકો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.