- કારેલીબાગમાં નાનજી ચેમ્બરમાં દરોડા
- ગાંજાના જથ્થા સાથે શિક્ષિત ત્રિપુટી ઝડપાઇ
- 1.815 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો
વડોદરા : શહેરના યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવવા માટે લોકડાઉન બાદ વિવિધ સ્થળોએ માદકદ્રવ્યોનું વેચાણ શરૂ થતા SOG પોલીસે ગત 16 જાન્યુઆરીએ કારેલીબાગમાં નાનજી ચેમ્બરમાં દરોડો પાડ્યા હતા. મ્યાઉ-મ્યાઉ નામે જાણીતા અને સોના કરતા પણ મોંઘા ભાવે વેંચાતા મેથામેફટામાઈન ડ્રગ્સ અને પેન્ટાજોશીન ડ્રગ્સના ઈજેકશનોનું વેચાણ કરતી પુર્વી રાણા અને ઈસ્તિયાઝ દિવાનને ઝડપી પાડી હતી, તથા તેઓની પાસેથી 1.20 લાખથી વધુની મુદ્દામાલ કબજે કરી તેઓને જેલમાં કેદ કર્યા છે. આ દરોડાના આઠ જ દિવસમાં SGOની ટીમે વાસણારોડ પર અમેયા કોપ્લેકસમાં દરોડા પાડયા હતા અને ભાડાના ફ્લેટમાં રહેતા મુળ આસામના વતની અને ઉચ્ચશિક્ષિત એવા 33 વર્ષીય આશિષ દિપક અધ્યાપક તેનો ભાઈ 39 વર્ષીય સોમાર્નીશ દિપક અધ્યાપક તેમજ 26 વર્ષીય પરવેઝ મુસ્તુફાહસન અજમેરી રહેતા. છાંટીયાવાડની લીમડી, નડિયાદ ને ઝડપી પાડયા હતા.
રાજસ્થાનના અખિલને વોન્ટેડ જાહેર કરાયો
પોલીસે ત્રિપુટી પાસેથી 18,150 રૂપિયાની કિંમતનો 1.815 કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ ગાંજાના વેચાણના નાણાં, ઈલેકટ્રીક વજનકાંટો, અને બે મોબાઈલ ફોન સહિત કુલ 49,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ ત્રણેય વિરુદ્ધ જે.પી.રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ત્રણેયની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ ત્રણેયે રાજસ્થાનમાં રહેતા અખીલ નામના યુવક પાસેથી ગાંજાનો જથ્થો ખરીદી તેને મોંધાભાવે અત્રે વેચાણ માટે લાવ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે અખીલને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આશીષ અધ્યાપક ગત 2011માં રાજસ્થાન યુનિ.માં B.Tech.સિવિલ ઈજનેર થયો છે અને કોરોનામાં તેના સ્ટીલ પાઈપના ઓનલાઈન ધંધો બંધ થતાં તેણે તેના ભાઈ સોમાર્સીશ અને મિત્ર પરવેઝ સાથે ગાંજાની હેરાફેરી અને વેચાણ ચાલુ કર્યુ હતું. પાંચ વર્ષ અગાઉ તેની વિરુધ્ધ સયાજીગંજ પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોંધાયો છે. તેનો ભાઈ સોમાર્નીશ મ.સ. યુનિ.માંથી B.Com. થયા બાદ ગુવાહાટીમાં ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો અને નોકરી છોડી ભાઈ સાથે માદક દ્રવ્યના વેપારમાં ઝંપલાવ્યુ હતું. ગત 2003માં ગોરવામાં ચકચારભર્યાં આશુતોષ અપહરણ કેસમાં સંડોવાતા તે પાંચ વર્ષ સુધી જેલમાં હતો. જ્યારે પરવેઝ અજમેરી પણ ભાયલીની નવરચના યુનિ.માં B.Tech સિવિલ ઈજનેર થયો છે અને સરકારી ટેન્ડરો ભરી ગોધરામાં ચેકડેમનું કામ કરતો હતો.