ETV Bharat / city

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરતા યુવકને ઝડપી પાડ્યો

વડોદરા શહેરમાં ઓક્સિજનની કાળાબજારી કરવા આવેલા અમદાવાદના યુવકને ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમિત નગર સર્કલ ખાતે વાહન ચેકિંગ દરમિયાન 3 સિલિન્ડર સહિત 5.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન મોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરતા યુવકને ઝડપી પાડ્યો
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરતા યુવકને ઝડપી પાડ્યો
author img

By

Published : May 13, 2021, 6:33 PM IST

  • મેડિકલ માફિયા જય ગઢવીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત
  • પકડાયેલા આરોપીની કોરોના રિપોર્ટ બાદ વધુ પૂછપરછ કરાશે
  • કોરોનામા દર્દીઓને જરૂરી ચીજવસ્તુઓની યુવક કરી રહ્યો છે કાળા બજારી

વડોદરા: કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે, દર્દીઓ માટે જરૂરી ચીજવસ્તુઓની પણ કાળાબજારી ચાલુ કરી દીધી છે. રેમડેસીવીર ઇન્જેક્શન, દવાઓ, ઓક્સિજન સિલિન્ડર સહિતની મેડીકલ વસ્તુઓની માફિયાઓ દ્વારા કાળા બજારી શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પણ અગાઉ રેમડેસીવીર ઇન્જેક્શનના કરનારાઓને ઝડપી પાડયા હતા. DCP જયદીપસિંહ જાડેજા, ACP ડી એસ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના PI એ.બી જાડેજા અને PI વી આર ખેરની ટીમે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના કાળાબજારી કરતી ટોળકી ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી.

આ પણ વાંચો: રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં બે શખ્સોની ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચને મળી હતી બાતમી

ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, વગર પાસ પરમીટે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરનું કાળાબજારી કરી બજાર ભાવ કરતા ઊંચા ભાવે વેચવા અમદાવાદમાં રહેતો જય ગઢવી વડોદરામાં અમિત નગર સર્કલ પાસેથી પસાર થવાનો છે. ત્યારે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાહન ચેકિંગ દરમિયાન અમિત નગર સર્કલ પાસે એક કાર ચાલકને અટકાવી તપાસ કરતા તેના પાસેથી 47 લિટરના 3 મેડિકલ ઓક્સિજન સિલેન્ડર મળી આવ્યા હતા.

આ પણ વાંચો: પ્રાણવાયુની કાળાબજારી કરતા 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

આરોપી પાસેથી પોલીસે કુલ 5.87 લાખની મત્તા કબજે કરી

મેડિકલ ઓક્સિજન સિલિન્ડર સાથે ઝડપાયેલા અમદાવાદના જય ગઢવીની પૂછપરછ દરમિયાન મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. પોલીસે યુવક પાસે ત્રણ સિલિન્ડર, કાર અને 2 મોબાઈલ ફોન મળી કુલ 5.87 લાખની મત્તા કબજે કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.