ETV Bharat / city

વડોદરા કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષા મોકૂફ રાખવા કર્યા ધરણાં, પોલીસે કરી અટકાયત - વડોદરા કોંગ્રેસનો JEE અને NEET પરીક્ષા રદ કરવા વિરોધ

JEE અને NEETની પરીક્ષા માટે દરેક જિલ્લામાં યોગ્ય વ્યવસ્થા કરવા સુધી પરીક્ષા મુલતવી રાખવાની માગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે ધરણાં, દેખાવો અને રસ્તો રોકોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસે 5 કરતાં વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

ETV BHARAT
વડોદરા કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષા મોકૂફ રાખવા કર્યા ધરણાં
author img

By

Published : Aug 28, 2020, 9:41 PM IST

વડોદરા: કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા JEE અને NEETની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોંગ્રેસ દ્વારા શુક્રવારે સમગ્ર રાજ્યમાં આ નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શુક્રવારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની વ્યવસ્થા નહીં થવા સુધી આ પરીક્ષાઓ રદ રાખવા માટે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે સોશિયલ ડિસ્ટેન્સનો ભંગ કર્યો હતો. જેથી પોલીસે 5થી વધુ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

વડોદરા કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષા મોકૂફ રાખવા કર્યા ધરણાં

આ પણ વાંચોઃ JEE અને NEETની પરીક્ષા રદ કરવા ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

આ સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા રસ્તા ઉપર બેસી રસ્તો રોકવામાં આવ્યો હતો. જેથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ હતી. કોંગ્રેસે રસ્તો રોકીને આંદોલનને ઉગ્ર બનાવતા પોલીસે જાહેરનામાના ભંગ બદલ નરેન્દ્ર જયશ્વાલ, વ્રજ પટેલ સહિત 5 કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
આ પણ વાંચોઃ જામનગરમાં NSUIએ JEE અને NEETની પરીક્ષા રદ કરવા ધરણાં કર્યાં

સમગ્ર રાજ્યમાં JEE અને NEETની પરીક્ષા મુલતવી રાખવાની માગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણાંના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે ધરણાં-વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પોસ્ટર્સ અને બેનર્સ સાથે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં, કાઉન્સિલર ચિરાગ ઝવેરી, અમીત ગોટીકર, વ્રજ પટેલ, નરેન્દ્ર જયશ્વાલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.

આ પણ વાંચોઃ આણંદ કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષાના નિર્ણયનો કર્યો વિરોધ

આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે, પોલીસે કોંગ્રેસ કાર્યકરો અને મહિલા કાર્યકર્તા સાથે ખરાબ વર્તણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે બળનો ઉપયોગ કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જેથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

આ પણ વાંચોઃ ભુજમાં JEE અને NEETની પરીક્ષા રદ કરવા કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસે કરી 20ની અટકાયત

આ અંગે કોંગ્રેસ પ્રમુખે પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ જ્યારે જ્યારે લોકોના હિત માટે આંદોલન કરે છે, ત્યારે પોલીસ જાહેરનામા ભંગનું શસ્ત્ર ઉગામે છે, પરંતુ કોંગ્રેસ ધરપકડથી ડરવાની નથી. જ્યાં-જ્યાં લોકોના હિતની વાત આવશે, ત્યાં કોંગ્રેસ મેદાનમાં આવશે.

આ પણ વાંચોઃ ભરૂચ જિલ્લા કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષા મોકૂફ રાખવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.