વડોદરાઃ વડોદરા શહેરમાં ધંધૂકામાં થયેલી કિશન ભરવાડની હત્યાના પડઘા પડ્યાં છે. વડોદરાના કોંગ્રેસ ઉપપ્રમુખે રસ્તા પર આળોટીને કિશન હત્યા કેસમાં આરોપીઓ સામે આકરાં પગલા લેવા મકરપુરા પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું. આ સમયે તેમની પદ્ધતિ (Vadodara Congress Demands Encounter) ચર્ચાનું કેન્દ્ર બની હતી.
ઉઘાડા શરીરે રસ્તા પર આળોટ્યાં ઉપપ્રમુખ
ધંધૂકા ખાતે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યા મુદ્દે વડોદરા કોંગ્રેસ ઉપપ્રમુખે (Vadodara Congress Vice President Vinod Shah) ઉઘાડા શરીરે માર્ગ ઉપર આળોટી મકરપુરા પોલીસ મથકે પહોંચ્યાં હતાં. આ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા ઉપરાંત તેમણે હત્યારા અને કાવતરાખોરોના એન્કાઉન્ટરની માગ (Vadodara Congress Demands Encounter) કરી છે. માંજલપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા ધંધુકા ખાતે થયેલી કિશન ભરવાડની હત્યા મામલે હત્યારા અને કાવતરાખોરોને (Kishan Bharvad Murder accused) એન્કાઉન્ટરની માગ સાથે વડોદરા કોંગ્રેસ ઉપપ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા શહેરમાં વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અંગ્રેજોની જેમ ભાજપ સરકાર કામ કરે છે: અમિત ચાવડા
આરોપીઓનું એન્કાઉન્ટર કરવા માગણી કરી
માંજલપુર વિસ્તારમાં આવો નવતર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ઉપપ્રમુખે રસ્તા ઉપર આળોટી અનોખો વિરોધ નોંધાવ્યો છે. સ્પંદન સર્કલથી મકરપુરા પોલીસ સ્ટેશન સુધી ઉઘાડા શરીરે આળોટીને તેમણે વિરોધ સાથે મકરપુરા પોલીસ સ્ટેશને આરોપીનું એન્કાઉન્ટર (Vadodara Congress Demands Encounter) કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ પણ વાંચોઃ વડોદરામાં કોંગ્રેસ દ્વારા હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ યોજાયો