વડોદરાઃ નાગરિક સુવિધાઓ માટે થતાં કામોમાં ક્યારેક સરકારી મશીનરીની ઠાગાઠૈયાંની નીતિ એવા પરિણામો લાવી દે છે કે નાગરિકોને તેનો વિરોધ કરવા મજબૂર થવું પડે છે. વડોદરામાં આવું બન્યું છે. વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડીને જોડતો બ્રિજ (Vadodara Genda Circle Bridge ) 4 વર્ષ કરતા વધુ સમયથી બની રહ્યો છે. બ્રિજની નીચે આડશ માટે પતરાં મુકવામાં આવ્યા છે, જેના કારણે અકસ્માત વધી રહ્યા છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે જેનો અનોખો વિરોધ (Unique protest to remove barricades) થઈ રહ્યો છે.
પતરાં હટાવવા અભિયાન શરુ કરવું પડ્યું
આ પતરાં હટાવવા માટે શહેરના સામાજિક કાર્યકરોએ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત આજે બુધવારે સામાજિક કાર્યકરોએ રસ્તા પર પતરા હટાવો અભિયાન અંતર્ગત હાથમાં બેનરો લઈને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ જે પણ શહેરીજનો (Vadodara Genda Circle Bridge ) સ્થળ પર આવી 'પતરાં હટાવો' લખે તેને રૂપિયા 100 આપવાની જાહેરાત (Unique protest to remove barricades) પણ કરાઈ હતી. મહત્વનું છે કે, લગભગ 4 કિલોમીટર લાંબા બ્રિજ માટે અંદાજીત કિંમત કરતા વધુ બજેટ ફાળવવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે તેમ છતાં બ્રિજની કામગીરી પૂર્ણ ન થતા પૈસાનો વેડફાટ થતો હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Rajkot Old Man Protest: રાજકોટમાં રસ્તા વચ્ચે સૂઈને વૃદ્ધનો અનોખો વિરોધ
નાગરિકોને અભિયાનમાં જોડવાનો પ્રયાસ
આ કાર્યક્રમ સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા અનોખી રીતે (Vadodara Genda Circle Bridge ) વિરોધ પ્રદર્શન કરી (Unique protest to remove barricades) નાગરિકોને આ અભિયાનમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે જ જે રાહદારીઓ આ 'પતરાં હટાવો' અભિયાનમાં પતરા પર સહી કરી જોડાય તે વ્યક્તિને 100 રૂપિયા આપી વિરોધને મજબૂત બનાવવાનો આગવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ એવું તો બન્યું કે, કોંગ્રેસનાં કોર્પોરેટરે નોટોનો વરસાદ કરીને ભાજપ સામે દર્શાવ્યો વિરોધ