- મંજૂસરની GIDCમાં જે.ડી.એમ રિસર્ચ સેન્ટરમાં આગ
- ફાયર લાશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવાયો
- હાલ કોઈ જાનમાલ હાની નહીં
વડોદરા : જીલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે નિર્માણ પામેલી અને રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે કાર્યાન્વિત કરવામાં આવેલા એશિયાની ગણનાપાત્ર લેબોરેટરી જે.ડી.એમ રિસર્ચ સેન્ટરમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી.આગને કારણે હાજર કર્મચારીઓમાં દોડધામ થઈ ગઈ હતી. આગનો કોલ નગરપાલિકા અને GIDCના બે ફાયરફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા. આગ બુઝાવવાની કામગીરી હાથધરી હતી.
મુખ્ય પ્રધાને કર્યું ઉદ્ઘાટન
સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે નવનિર્માણ પામે વિશ્વ કક્ષાના જેડીએમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું 25 નવેમ્બર 2019 રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે નીતિ-ચાલક રાજ્ય તરીકે ગુજરાતે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ના ભાગરૂપે નાના,લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ને પ્રોત્સાહન રૂપે' પ્રોડક્શન ફર્સ્ટ, અનુમતિ બાદમાં 'ની નવીન નીતિ રજૂ કરી છે.
આ પણ વાંચો : સાવલીની એડવાન્સ રેઝીન પ્રા.લી.કંપનીમાં લાગી આગ, ફાયર ફાઈટરોએ આગ પર મેળવ્યો કાબુ
2 દિવસમાં 2 આગના બનાવ
સાવલીમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. મંગળવારે મંજુસર GIDCમાં આવેલ એડવાન્સ રેઝીન પ્રા.લી. કંપનીમાં આગ લાગી હતી અને બીજા દિવસે બુધવારે વહેલી સવારે લસુન્દ્રા ગામે આવેલી જે.ડી.એમ.સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરમાં આગ લાગી હતી.જેને પગલે ભારે ઉહાપોહ મચી ગયો હતો.સાવલી નગરપાલિકા અને જીઆઈડીસીના ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હાલ તો નુકશાની કે જાનહાની થઈ હોવાની માહિતી મળી ન હતી.પરંતુ રિસર્ચ સેન્ટરના મેનેજમેન્ટ દ્વારા સમગ્ર ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.બનાવને પગલે સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથધરી છે.
આ પણ વાંચો : સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગી આગ