વડોદરા: સાવલી તાલુકાના મંજૂસર GIDC વિસ્તાર અને અન્ય ગામોમાં રોજગારી અર્થે આવી વસવાટ કરતાં પરપ્રાંતિયોએ કોરોનાના ભયથી પોતાના વતન જવાની માગ કરી હતી. જેથી સરકારની ગાઈડલાઈન મુજબ ઓનલાઈન અરજીકર્તાઓને કલેક્ટર કચેરીએથી મંજૂરી અપાવવામાં આવી હતી. ત્યારબાદ સાવલીના ધારાસભ્ય, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની સંકલન ટીમ દ્વારા આ તમામ 493 પરપ્રાંતિયોને રેલવે સ્ટેશન રવાના કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમને રસ્તામાં ઉપયોગી ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીના કપરા સમયમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં રોજગાર અર્થે પરપ્રાંતિય કામદારો વસવાટ કરે છે. પરંતુ કોરોના મહામારીના ભય હેઠળ અને ઘર પરિવાર પાસે જવાની ઉતાવળમાં ગુજરાત સરકારે સુંદર આયોજન કર્યું છે. દરેકને માદરે વતન મોલકવાની વહિવટી-તંત્ર દ્વારા ઓનલાઈન અરજી અને મેડિકલ તપાસ બાદ અગ્રતાક્રમ પ્રમાણે રેલવે મારફતે મોકલવામાં આવે છે.