વડોદરા: વડોદરા શહેરમાં 100 વર્ષથી ભરાતી શુક્રવારી બજાર છેલ્લા ચાર સપ્તાહથી બંધ છે. આ બજારમાં નાના વેપારીઓ જુના કપડા સહિતની ચીજવસ્તુઓનો વેપાર કરી પોતાની આજીવિકા રળતા હોય છે. હાલ સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં કોરોનાના કેસ વધવા માંડતાં સંક્રમણ વધુ ફેલાય નહીં તેને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકા (Vadodara Municipal Corporation) તંત્ર તેમજ પોલીસ દ્વારા શુક્રવારી બજાર સતત ચાર સપ્તાહથી બંધ કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશનનું 3867 કરોડનું બજેટ મંજૂર, બોરિંગના પાણી માટે પૉલિસી બનશે
વેપારીઓએ કોર્પોરેશનમાં મોરચો માંડ્યો
વેપારીઓએ કોર્પોરેશનમાં મોરચો માંડી કોર્પોરેશન પરિસરમાં જ પથારો માંડી બજાર ભર્યું હતું અને શુક્રવારી બજારને પુનઃ શરૂ કરવા રજૂઆત કરી હતી. જે બાદ આજે શુક્રવારે વધુ એક વખત શુક્રવારી બજારમાં વેપારીઓ ધંધો કરવા આવતા પોલીસે તમામ વેપારીઓને ખદેડીને શુક્રવારી બજાર બંધ કરાવતા મહિલા વેપારીઓએ તંત્ર વિરુદ્ધ છાજીયા કૂટયા (Traders protest in Vadodara) હતા.
આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકાની બેધારી નીતિ, સરકારી કચેરીઓનો કરોડો રૂપિયોનો વેરો વસુલવાનો બાકી
મહિલા વેપારીઓએ આક્ષેપ કર્યા
બીજી તરફ મહિલા વેપારીઓએ આક્ષેપ કર્યા હતા કે, ખાલી શુક્રવારી બજારમાં જ કોરોના નડે છે. મંગળ બજાર સહિતના અન્ય બજારોમાં રોજ ભારે માત્રામાં ભીડ થતી હોય છે, તો બંધ કરાવવું હોય તો તેને પણ બંધ કરાવો નિયમ બધા માટે એક સમાન છે. છેલ્લા ચાર સપ્તાહથી બજાર ચાલુ ન રહેતા ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે વેપારીઓએ ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ત્યાર બાદ આ બધા વેપારીઓ પાલીકાની મુખ્ય કચેરી આવીને વિરોધ કર્યો હતો. પાલીકાના અઘીકારીઓએ કોરોનાની ગાઈડલાઈન પાલન કરી ફરીથી કાર્યરત કરવાની મજુરી આપી હતી. જોકે કોરોનાની ગાઈડલાઈનનું કોઈ પાલન થતું ન હોવાનું નજરે પડ્યું હતું. ત્યારે હવે આગામી શુક્રવારે ફરીથી શુક્રવારી બજાર ભરાય છે કે નહીં તે જોવાનું રહ્યું.