- આમ આદમી પાર્ટીનો વડોદરામાં રોડ શો યોજાયો
- મહાનગરપાલિકાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો રહ્યા બાકી
- દિલ્હીમાં રીંકુ શર્માના હત્યાકાંડમાં અમિત શાહના રાજીનામાની માગ કરાઇ
વડોદરાઃ મહાનગરપાલિકાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ આમ આદમી પાર્ટી દ્વારા વડોદરામાં દિલ્હીના ધારાસભ્ય આતિષીસિંહની પત્રકાર પરિષદ બાદ રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં ઉમેદવારોનો પ્રચાર કરવામાં આવ્યો હતો અને શહેરમાં શાસક અને વિપક્ષ એક હોવાથી નાગરિકો આમ આદમી પાર્ટીને મત આપશે. દિલ્હીમાં રીંકુ શર્માના હત્યાકાંડમાં અમિત શાહના રાજીનામાની માગ કરાય હતી.
દિલ્હીના ધારાસભ્ય આતિષીસિંહની પત્રકાર પરિષદ યોજાઇ હતી
આગામી 21મી ફેબ્રુઆરીના રોજ પાલિકાની યોજાવા જઇ રહી છે, ત્યારે સ્ટાર પ્રચારકો અલગ-અલગ પક્ષના વડોદરામાં જાહેર સભા અને રોડ શો કરશે. કાલે ભાજપના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરામાં જાહેર સભા ગજવશે તેના એક દિવસ પહેલા દિલ્હીના ધારાસભ્ય આતિષીસિંહની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને શાસક પક્ષ છેલ્લા 25 વર્ષથી નાગરિકોને પ્રાથમિક સુવિધા આપી શક્યા નથી નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી પણ આપી શકતી નથી. સ્કૂલો પણ સારી બનાવી નથી અને એજ્યુકેશન સ્થળ નીચે જઇ રહ્યું છે. અમારી સરકાર આવશે. તો દિલ્હીની જેમ અહીંયા પીવાનું પાણી ચોખ્ખું અને સ્માર્ટ ક્લાસીસ અને વીજળી પણ મફત આપવામાં આવશે. તમે આક્ષેપ કર્યો હતો કે, શાસક અને વિપક્ષ બંને એક જ હોવાથી બધા નાગરિકો આમ આદમી પાર્ટીને મત આપશે. વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના 43 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જે સ્વચ્છ છબી વાળા છે. બીજા ઉમેદવારો અમને મળતા હતા પણ તેમની વિચારધારાના આમ આદમી પાર્ટીની જેમ હતીને એના કારણે અમે માત્ર 43 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
રીંકુ શર્મા હત્યાકાંડ મામલે ગૃહપ્રધાન અમીત શાહના રાજીનામાની કરાઇ માગ
દિલ્હીની ધારાસભ્ય આતિષીસિંહ ચકચારી રીન્કુ શર્મા હત્યાકાંડ મામલે તેમને નિવેદન આપ્યું હતું કે ગૃહમંત્રી અમીત શાહ રાજીનામું આપે દિલ્હીમાં ખસેડો કાયદો વ્યવસ્થા સાથે ફરવાની હત્યા માટે ગૃહમંત્રી જવાબદાર છે આમ આદમી પાર્ટી અમિત શાહ નુ રાજીનામું માગે છે ભાજપ હિન્દુત્વ મુદ્દે મત માગે છૅ પણ હિન્દુઓ ની રક્ષક કરી શકતી નથી.