ETV Bharat / city

નર્સિંગ કોલેજના આચાર્યએ 24 કલાકમાં 1,700 વિદ્યાર્થિની નર્સિંગ સહાયક માટે પસંદગી કરી - Nursing sahayak

વડોદરામાં સરકારી નર્સિંગ કોલેજ વડોદરાના આચાર્ય ભારતી સનાડિયાને ખાસ ફરજ આપી હતી. તેઓને નર્સિંગના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને નર્સિંગ સહાયકની સેવાઓ માટે પસંદ કરીને તાલીમ અને ફાળવણીની જવાબદારી માટે નોડલ અધિકારી તરીકેને ફરજ સોંપવામાં આવી હતી.

ભારતી સનાડિયા
ભારતી સનાડિયા
author img

By

Published : Apr 13, 2021, 3:34 PM IST

  • ભારતી સનાડિયાને નોડલ અધિકારી તરીકેને ફરજ સોંપવામાં આવી
  • નિમણૂક, ફાળવણી, ફરજ માટે વર્ગીકરણ જેવી સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂરી કરી
  • ટીમની ફરજ પરિસ્થિતિ, ઝડપ અને કાર્ય કૂશળતા સાચે જ પ્રશંશાને પાત્ર

વડોદરા : સરકારી નર્સિંગ કોલેજ વડોદરાના આચાર્ય ભારતી સનાડિયાને ખાસ ફરજ આપી હતી. અધિકારી ડૉ. વિનોદ રાવે સરકારી અને ખાનગી કોલેજોના નર્સિંગના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને નર્સિંગ સહાયકની સેવાઓ માટે પસંદ કરીને તાલીમ અને ફાળવણીની જવાબદારી માટે નોડલ અધિકારી તરીકેને ફરજ સોંપવામાં આવી હતી. કોવિડ સારવાર માટે વધારવામાં આવી રહેલી પથારીઓની ક્ષમતા માટે જરૂરી માનવ સંપદાની વ્યવસ્થા કરવાની દૃષ્ટિએ આ ખૂબ અગત્યની કામગીરી હતી.

આ પણ વાંચો : વેરાવળ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની માનવતા મહેકાવતો વીડિયો વાયરલ

1,700 જેટલા નર્સિંગ સહાયકને લાયક વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ

ભારતીબેન ખૂબ જ કુશળતાથી આ ફરજ અદા કરી છે. 15 જેટલી સરકારી અને ખાનગી કોલેજોમાંથી 24 કલાકથી પણ ઓછા સમયમાં 1,700 જેટલા નર્સિંગ સહાયકને લાયક વિદ્યાર્થીઓની પસંદગી કરી લીધી છે. આ લોકોની ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં તાલીમ તેમજ નિમણૂક, ફાળવણી, ફરજ માટે વર્ગીકરણ અને રોટેસન જેવી સમગ્ર પ્રક્રિયા જેવી વ્યાપક જવાબદારીઓ તેમણે ખૂબ જ ઝડપથી પૂરી કરી છે.

આ પણ વાંચો : કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશને આપ્યું નિવેદન

ડૉ.વિનોદ રાવે ભારતીબેન સહિત સમગ્ર ટીમને પ્રસંશનીય કામગીરી માટે અભિનંદન પાઠવ્યા

આ કામગીરીમાં પ્રાદેશિક નાયબ આરોગ્ય નિયામકની કચેરીના અઘિકારીઓ અને કર્મચારીઓ, નર્સિંગ કોલેજોના આચાર્યો અને કર્મચારીઓ તેમજ VMC સ્ટાફે ખૂબ જ નિષ્ઠાસભર યોગદાન આપ્યું છે. ખાસ ફરજ પરના અધિકારી ડૉ.વિનોદ રાવે ભારતીબેન સહિત આ સમગ્ર ટીમને સંકટ સમયે ખૂબ જ પ્રસંશનીય કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છેે અને જણાવ્યું હતું કે, અમારી ટીમની આ ફરજ પરિસ્થિતિ, ઝડપ અને કાર્ય કૂશળતા સાચે જ પ્રશંશાને પાત્ર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.