વડોદરા: મહાનગરપાલિકામાં સત્તાધીશો અને ધારાસભ્યો- સાંસદની સંકલનની બેઠક (MLAs - MP's Coordinating Meeting) મળી હતી. સંકલનની બેઠકમાં જાંબુવા ડમ્પિંગ સાઈટનો મુદ્દો ગુંજ્યો હતો. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની પાલિકાના સત્તાધીશોને દરેક ઝોનમાં જાંબુવા ડમ્પિંગ સાઇટ બનાવવા રજૂઆત કરી હતી. જો સત્તાધીશો ચાર ઝોનમાં ડમ્પિંગ સાઇટ નહિ બનાવે તો વિરોધ કરી આંદોલન કરવાની ધારાસભ્ય યોગેશ પટેલે ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો: વડોદરામાં કોરોનાના 606 નવા કેસ, ધારાસભ્ય યોગેશ પટેલ કોરોના સંક્રમિત
આ પણ વાંચો: વાપી નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને કૉંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ
ભાજપમાં આંતરિક જૂથબંધી ફરી એકવાર છતી
ભાજપ તેમના વિધાનસભા વિસ્તારને અન્યાય કરી રહી હોવાના ધારાસભ્ય યોગેશ પટેલે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેને લઈને ભાજપની આંતરિક જૂથબંધી ફરી એકવાર છતી થઇ છે. ધારાસભ્યો અને સાંસદ સાથે મહાનગરપાલિકામાં સંકલનની બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલના તીખા તેવર જોવા મળ્યા હતા. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે માંજલપુર વિધાનસભા વિસ્તારમાંથી મેયર કે સ્થાયી સમિતિ ચેરમેન બનાવવામાં આવતા ન હોવાથી વિસ્તારને અન્યાય થતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.