વડોદરા : વડોદરા કરજણ બી.આર.સી ભવન ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકોને કોવિડ-19 વિશે ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.
વૈશ્વિક મહામારી કોવિડ- 19ના લીધે દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. તેમ છતાં પણ લોકો બેજવાબદાર બનીને ટોળેટોળા ભેગા થઈને સામાજિક અંતરનો સરેઆમ ભંગ કરે છે. પોતાના તેમજ અન્ય લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યાં છે. જેને લઈને કોરોના વાઈરસ અંગે લોકોમાં માહિતીનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
ત્યારે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોમાં કોરોના અંગે જાગરુકતા આવે અને તેને લઈને માહિતગાર થાય, તેને અનુલક્ષીને આજરોજ કરજણ ખાતે બી.આર.સી ભવન ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકોને કોરોના વાઈરસ કેવી રીતે ફેલાય છે અને એને વધુ ફેલાવતો અટકાવવા માટે શું પગલાં લેવા જોઈએ તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને કોરોના અંગે માહિતી પહોંચાડવાની ટ્રેનિંગ યોજાઈ હતી.