- કોરોના રસીકરણનો નવો તબક્કો શરૂ
- વડોદરામાં કેટલીક હોસ્પીટલો કોરોના રસી લેનારાઓને ઓબ્ઝર્વેશનમાં રાખતી નથી
- રસી લેનારાને 30 મિનિટ સુધી ઓબઝર્વેશનમાં રાખવામાં આવે છે
વડોદરાઃ શહેરમાં કોરોના રસી અભિયાન માટે તંત્રએ સરકારી હોસ્પિટલ ઉપરાંત કેટલીક ખાનગી હોસ્પિટલને નિયુક્ત કરી છે. જયા કોરોના રસી આપવાનો પ્રારંભ થઇ ચુક્યો છે. જ્યાં રૂપિયા 250ની રસી દર્દીને આપવામાં આવે છે, જોકે, રસી આપ્યા બાદ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવતા નથી. રસી આપ્યા બાદ દર્દીને 30 મીનીટ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવાના હોય છે, પરંતું શહેરમાં આ નિયમનું પાલન હોસ્પિટલ કે કરતું નથી.
આ પણ વાંચોઃ રાજકોટ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિનનો નવો ડોઝ આપવામાં આવ્યો
સીનીયર સીટીઝનને 30 મિનિટ માટે ઓબઝર્વેશનમાં રાખતા નથી
નવા તબક્કાનું રસીકરણ અભિયાન હાલ ચાલી રહ્યુ છે, ત્યારે આ વચ્ચે સુત્રો દ્વારા જાણવા મળ્યું કે, કેટલીક ખાનગી હોસ્પીટલો રસી આપ્યા બાદ 60 વર્ષથી વધુ ઉમરના સીનીયર સીટીઝનને 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશનમાં રાખતા નથી. ત્યારે પાલિકા તંત્રને આ દર્દીઓને તબીબના સર્ટીફીકેટ સાથે રસી મામલે ફરીયાદ ધ્યાને આવતાં તાકીદ કરી છે.