- કારેલીબાગ વિસ્તારમાંથી ક્રેન વડે મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું
- મગર પશુઓનું મારણ કરતો હોવાની કરાઈ હતી રજૂઆત
- વન વિભાગ તેમજ GPCB ની ટિમ દ્વારા મગરનું રેસ્ક્યુ
વડોદરા: શહેરના કારેલીબાગ (karelibaug) પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી 10 ફૂટ લાંબો મગર (Crocodile) વન વિભાગ અને ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થા દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. 10 દિવસમાં આ મગરે (Crocodile) નદી કિનારે આવેલા વિસ્તાર પાસેથી કૂતરા અને ભૂંડનો શિકાર કર્યો હતો. મગર (Crocodile) ચાલીના બાળકો તેમજ મોટા માણસોનો શિકાર કરે તે પહેલાં રેસ્ક્યુ કરી લેવામાં આવતા વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી. પાંજરામાં પૂરાયેલા આ મહાકાય મગરને લઈ જવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી.
આ પણ વાંચો: નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 9 ફૂટનો મગર પકડવામાં આવ્યો
ક્રેન વડે મગરનો રેસ્ક્યુ કરાયો
વડોદરાના કારેલીબાગ (karelibaug) પુલ પાસેથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. નદી કિનારે છેલ્લા 10 દિવસથી નદીમાંથી મગર ચાલી પાસે ધસી આવતો હતો અને નદી કિનારે ફરતા કૂતરા અને ભૂંડનો શિકાર કરી નદીમાં ગરક થઇ જતો હતો. આ અંગેની જાણ ચાલીના લોકોને થતાં તેઓએ સ્થાનિક કાઉન્સિલરે RFO નિધી દવે અને ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના પ્રમુખ રાજ ભાવસારને પત્ર લખી મગરને પકડી ચતુરભાઇની ચાલીના લોકોને રાહત આપવા માટે જણાવ્યું હતું.
આ પણ વાંચો: સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા “ચરોતરના મગર” વિષયે યોજાયો વેબિનાર
મગરનો રેસ્ક્યુ જોવા લોકોના ટોળા એકત્ર થયા
મહાકાય મગરને પિંજરામાં પુરવા માટે વન વિભાગ અને ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાની ટીમે કાર્યવાહી હાથ ધરી રેસ્ક્યુ ટીમોએ નદીમાંથી મગર બહાર કાઢવા માટે બે વખત દોરડાથી પ્રયાસ કર્યો પરંતુ 10 ફૂટનો મહાકાય મગર હોવાથી બે વખત દોરડું તૂટી ગયું હતું. મગર (Crocodile) પાંજરામાંમાં પુરાઇ જતાં પિંજરાને નદી કિનારાથી બહાર કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. મગર પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી. મંગળવારે પકડાયેલા મગરને વન વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવશે.