- વડોદરામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી
- પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું
- કોરોના વોરીર્યસને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું
વડોદરાઃ મંગળવારના રોજ 72 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. વડોદરા શહેર જિલ્લાનું ધ્વજ વંદન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. રેલવે પોલીસ ગ્રાઉન્ડ ખાતે શહેર અને જિલ્લાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યપ્રધાને વડોદરા પોલીસ પરેડ મેદાન ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને રાષ્ટ્રીય વંદના પણ કરી હતી. જેમાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશ્નર ડોક્ટર સમશેર સિંગ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય અને પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાતની કામગીરીને પ્રમાણિત કરી એ ખુબ ગૌરવની વાત
72 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા બાદ નીતિન પટેલે સંબોધન કર્યું હતું કે, 2020 પડકારોનું વર્ષ હતું અને 2021નું વર્ષ નવી આશાઓને લઈને આવ્યું છે. કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારત કોરોનાની રસી બનાવવામાં સફળ થયો છે. વડાપ્રધાનના પ્રોત્સાહનથી દેશના વૈજ્ઞાનિકોએ સ્વદેશી રસી વિકસાવી છે. તેમજ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા ભારતને કોરોના મુક્ત જાહેર ના કરે ત્યાં સુધી માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ સહિતની તકેદારીઓ રાખલી પડશે. મુખ્યપ્રધાનના નેતૃત્વ હેઠળ ગુજરાતને કોરોના નિયંત્રણ આ લોકોની જીવન રક્ષાનું શ્રેષ્ઠ કામ કર્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાતની કામગીરીને પ્રમાણિત કરી એ ખુબ ગૌરવની વાત છે. તહેવારો અને ઉત્સવો ભારત સરકારની ગાઈડલાઈનની મર્યાદામાં રહીને નિયમિત રીતે ઉજવી સહયોગ માટે નાગરિકોને અભિનંદન પણ આપ્યું હતું.
આપણા માટે આ દિવસ અણમોલ દિવસ
દેશ શસ્ત્રોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બની રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાતમાં બનેલી વ્રજ ટેન્ક ભારતીય સેનામાં જોડાઈ છે. એ આપણા માટે ગર્વની વાત છે, કોરોના કાળમાં ગુજરાતે રાજ્યશાસન વહીવટીતંત્રને લોકશક્તિના સંકલનથી જીવન રક્ષાનો નવો અને ઉજળો ઈતિહાસ રચ્યો છે. વિશ્વની મહાસત્તાઓની સરખામણીમાં કોરોનાનું શ્રેષ્ઠ વ્યવસ્થાપન ભારતે કર્યું છે. મીડિયાએ કોરોના કાળ ના લોકજાગૃતિ કેળવવાની અને સતકર્તા સાથે જીવન રક્ષાનું લોક શિક્ષણ આપવાની નોંધપાત્ર કામગીરી કરી છે. આજે 130 કરોડ ભારતીયોની સાથે વિશ્વના ખૂણે ખૂણે વસતા ભારતીય વિશ્વની મહાસત્તા બનવા તરફ અગ્રેસર ભારતનો ગણતંત્ર પર્વને આનંદ અને ગૌરવ સાથે ઉજવી રહ્યું છે. આ ઉજવણીમાં જોડાનારા આપ સૌને હાર્દિક અભિવાદન કરું છું. મહાન રાષ્ટ્ર ધ્વજ વંદન સન્માન કરવું એ આપણું પરમ કર્તવ્ય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલું ભારતનું બંધારણ આ દિવસે અમલમાં મુકાયું એટલે આપણા માટે આ દિવસ અણમોલ દિવસ છે.
કોરોના વોરિયર્સનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માન
નાયબ મુખ્યપ્રધાનના હસ્તે કોરોના લડવૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિભાગનો પણ હવાલો સંભાળતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઉમદા કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન અભિવાદન કર્યું હતું. સયાજી હોસ્પિટલના આયુષ્માન ભારત યોજના હેઠળ લોકોને લાભ આપનાર શ્રેષ્ઠ કામગીરી માટે તબીબી અધિકારી ડોક્ટરોને સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર રંજન ઐયરને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા આયુર્વેદ અધિકારી સુધીર જોશી અને તેમની ટીમને કોરોના કાળમાં લોક આરોગ્યની રક્ષા માટે 36 આયુર્વેદિક દવાખાનાનો અને માધ્યમથી 30 લાખથી વધુ લોકોને ઉકાળા અને આયુર્વેદિક દવા વિશ્વનો શ્રેષ્ઠ લાભ આપવા માટે સન્માનિત કરવામાં આવ્યાં હતા. 108 સેવાના કમલેશ ઓડ, જયેશ પરમાર અને રાહુલ વસાવાને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારી બી. બી. રાઠોડ અને જવાનોને કોરોના કાળમાં ઉંમડા સેવા માટે બિરદાવવામાં આવ્યા હતા.