ETV Bharat / city

સાવલી તાલુકાના ગોઠડા ગામે શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં રીએક્ટર ફાટતાં ભીષણ આગ

વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે આવેલી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની દુર્ઘટનામાં 6 કામદારો દાઝી જતા પ્રાથમિક સારવાર અર્થે સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4 કામદારો ગંભીર રીતે દાઝી જતા વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સાવલી
સાવલી
author img

By

Published : Mar 19, 2021, 11:46 AM IST

  • સાવલી તાલુકાના ગોઠડા ગામે શિવમ પેટ્રોકેમ ઈન્ડસ્ટ્રીઝમાં રીએક્ટર ફાટતાં ભીષણ આગ
  • પ્રચંડ ધડાકો થતા આઠ કિમી સુધી અવાજ સંભળાતા ગ્રામજનો દોડી આવ્યા
  • વહીવટી તંત્રમાં મચી દોડધામ

વડોદરા: સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે આવેલી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ સહિત વહીવટી તંત્ર દોડી આવ્યું હતું. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગની દુર્ઘટનામાં 6 કામદારોને ઈજા પહોંચતા તત્કાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે જાનહાની થતા ટળી હતી.

કેમિકલ પ્રોસેસ દરમિયાન પ્રેશર વધી જતાં રીએક્ટર ફાટ્યું : 6 કામદારો દાઝ્યા

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે આવેલી ફાર્મા સ્યુટિકલ પાવડરનું ઉત્પાદન કરતી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે રીએક્ટર ફાટતાં ભીષણ આગ લાગી હતી. પ્રચંડ ધડાકા સાથે આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. બનાવની જાણ થતાં જ ગોઠડા ગામના સરપંચ તેમજ મામલતદાર સહિત તંત્રની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આગની દુર્ઘટનામાં 6 કામદારો દાઝી જતા પ્રાથમિક સારવાર અર્થે સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4 કામદારો ગંભીર રીતે દાઝી જતા વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સાવલી તાલુકાના ગોઠડા ગામે શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં રીએક્ટર ફાટતાં ભીષણ આગ

આ પણ વાંચો: દમણમાં તાડપત્રી બનાવતી કંપનીમાં ભીષણ આગ

કેમિકલ પ્રોસેસની કામગીરી દરમિયાન રીએક્ટરમાં પ્રેશર વધી જતાં રીએક્ટર ફાટ્યું

સાવલી વડોદરાના મુખ્ય માર્ગ પર ગોઠડા ગામ પાસે શિવમ પેટ્રોકેમ ઈન્ડસ્ટ્રીઝ કંપની આવેલી છે. આ કંપનીમાં ફાર્માસ્યુટિકલ પાવડરનું ઉત્પાદન કરવામાં આવે છે. વહેલી સવારે કેમિકલ પ્રોસેસની કામગીરી દરમિયાન રીએક્ટરમાં પ્રેશર વધી જતાં રીએક્ટર ફાટ્યું હતું. પ્રચંડ ધડાકો થતા કંપનીથી 8 થી 10 કિલોમીટરના વિસ્તારમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના ગામના લોકો કંપની ખાતે દોડી ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા સાવલી નગરપાલિકા, નિરમા સહિતની આસપાસની કંપનીના ફાયર ફાયટરો અને એમ્બ્યુલન્સ તેમજ GEBની ટીમો દોડી આવી હતી તેમજ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

આગની દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 6 કામદારો દાઝ્યા

આગની દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા ગોલુભાઈ, ગિરિશભાઈ, શિરાજુદ્દીન શબ્બીરભાઈ રાજ, સુજીતભા બારોટ, અમરેન્દ્ર અને રામકૃષ્ણા સહિત 6 કામદારો દાઝ્યા હતા. જેઓને પ્રથમ સારવાર અર્થે સાવલી જન્મોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગોલુભાઈ, ગિરિશભાઈ, શિરાજુદ્દીન શબ્બીરભાઈ રાજ, સુજીતભાને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કારખાનામાં લાગી ભીષણ આગ

કંપનીમાં બીજી વખત આગ લાગી હોવાની માહિતી મળી

આશરે 6 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ફાયરબ્રિગેડની કામગીરી દરમિયાન કંપની પાસે ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાનું તેમજ આ જ કંપનીમાં બીજી વખત આગ લાગી હોવાની માહિતી મળી હતી. આ અંગે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ મામલતદાર અરવિંદ ભાટિયાએ જણાવ્યું હતું. હાલ આગની ઘટનામાં જાનહાની થતા ટળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.