વડોદરાઃ સંસ્કારી નગરી અને ભાઈબહેનના સંબંધને લાંછન લગાવનારી વધુ એક ઘટના સામે આવી છે. પિતરાઈ ભાઈએ 7 વર્ષની બહેન સાથે દુષ્કર્મ (Rape on Minor Girl in Vadodara) કર્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે, બાળકીની માતાએ આરોપી સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે આરોપીની ધરપકડ (Cousin arrested for raping paternal sister) કરી છે.
આ પણ વાંચો- Crime In Valsad: સગીરા સાથેની અંગતપળોના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા વલસાડના યુવકની ધરપકડ
આરોપીએ બાળકીને આપી હતી લાલચ- આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના એક ગામમાં 22 વર્ષીય પિતરાઈ ભાઈએ 7 વર્ષની બહેન સાથે દુષ્કર્મ (Rape on Minor Girl in Vadodara) કર્યું હતું. આરોપીએ બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી લઈ ગયો હતો. જ્યારે બાળકી રડીને ઘરે પહોંચી ત્યારે સમગ્ર માહિતી સામે આવી હતી. એટલે બાળકીની માતાએ જવાહરનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો- Crime in Bhavnagar: ભાવનગર શહેરમાં કાળિયાબીડમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીઓને આજીવન કેદ
પોલીસે જુદીજુદી ટીમો બનાવી આરોપીની ધરપકડ કરી - જવાહરનગર પોલીસ મથકના ઈન્ચાર્જ PI એસ. એસ. આનંદના જણાવ્યાનુસાર, આ કિસ્સામાં ભોગ બનનારી બાળકી 7 વર્ષ 2 મહિનાની છે. જે પરિવાર સાથે રહે છે. આરોપી 22 વર્ષીય સંબંધમાં બાળકીનો પિતરાઈ ભાઈ થાય છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આરોપી અવાવરું જગ્યામાં પાર્ક થયેલા ટ્રેક્ટરની પાછળ તેણે બાળકી સાથે દુષ્કર્મ (Rape on Minor Girl in Vadodara) કર્યું હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં 2 ટીમ બનાવી આરોપીની ધરપકડ (Cousin arrested for raping paternal sister) કરી હતી.