વડોદરા- ભાજપ સરકારના શાસનમાં કેટલાક દિવસથી ગરમીમાં વધુ વપરાતા લીંબુના ભાવ આસમને પહોંચ્યાં છે. ત્યારે વડોદરા શહેરના ટીમ રિવ્યુલેસનના સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ (Social worker of Vadodara city)દ્વારા આજે ભાજપ કાર્યાલય (Vadodara BJP office)ખાતે લીંબુનું મફત વિતરણ કરવાનું આયોજન (Protest of inflation in Vadodara) કરવામાં આવ્યું હતું. જેને લઈને ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે પોલીસ ભવન ખાતે જઈને નિઃશુલ્ક લીંબુનું વિતરણ (Free distribution of lemons in Vadodara) કર્યું હતું.
શહેરના યુવાનોએ વડોદરા પોલીસ કમિશનરને લીંબુ પકડાવવાનો પ્રયાસ કર્યો - ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે લીંબુના ભાવને લઈને અનોખો વિરોધ પ્રદર્શન (Protest of inflation in Vadodara) કર્યું હતું. મોંઘવારી માટે જવાબદાર ભાજપને રક્ષણ આપતી પોલીસને લીંબુની ભેટ આપવામાં આવી છે. ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓને નિઃશુલ્ક લીંબુ આપવાનો કાર્યક્રમ હતો.
500 કિલો લીંબુ નિઃશુલ્ક વિતરણ કરવાનું લક્ષ્યાંક - ભાજપ કાર્યાલયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા પોલીસભવન (Vadodara City Police Commissioner's Office)ખાતે લીંબુ વિતરણ કરવા પહોંચ્યાં હતાં. જોકે કમિશનર કચેરીમાં લીંબુ નહીં લઈ જવા દેતા કમિશનરને ઉગ્ર (Protest of inflation in Vadodara) રજૂઆત કરી હતી. 500 કિલો લીંબુ નિઃશુલ્ક વિતરણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.