ETV Bharat / city

Price hike in Petrol, Diesel, CNG: વડોદરામાં વિદ્યાર્થીઓએ વ્હીકલ મૂકી જાહેર સેવામાં મુસાફરી શરુ કરી - સતત વધી રહેલી મોંઘવારી

વડોદરામાં પેટ્રોલ,ડીઝલ અને CNG ગેસમાં થયેલા ભાવ વધારાની અસરથી(Price hike effect) લોકો હવે પોતાના ખાનગી વ્હીકલનો(Private vehicle) ઉપયોગ ટાળી રહ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ વધારે લોકો પસંદ કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પેટ્રોલ, ડીઝલ, CNGમાં ભાવ વધારો થતા વડોદરામાં વિદ્યાર્થીઓએ વ્હીકલ મૂકી જાહેર સેવામાં મુસાફરી શરુ કરી

author img

By

Published : Apr 8, 2022, 9:52 PM IST

વડોદરા: કોરોના કાળથી જ આર્થિક બોજો સહન કરતી વડોદરાની સિટિબસ સેવાની(Citybus service to Vadodara) આવકમાં એકાએક વધારો નોંધાયો છે. અચાનક પ્રવાસીઓઓ સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ પેટ્રોલ, ડીઝલનો ભાવ વધારો છે. સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે લોકો હવે પોતાના ખાનગી વ્હીકલનો ઉપયોગ ટાળી રહ્યા છે. અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો(Public transport service) ઉપયોગ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

વડોદરામાં પેટ્રોલ,ડીઝલ અને CNG ગેસમાં થયેલા ભાવ વધારાની અસરથી લોકો હવે પોતાના ખાનગી વ્હીકલનો ઉપયોગ ટાળી રહ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ વધારે લોકો પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Jamnagar CNG Price Risen: CNGના ભાવ વધતા રીક્ષા ચાલકોએ ભાડુ વધારવાની કરી માંગ

પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ સમયસર હોવાથી વિદ્યાર્થી પહોંચવામાં હાલાકી - દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના(Rising inflation) કારણે સામાન્ય નાગરિક પરેશાન છે. તેમાંય પેટ્રોલ ડીઝલની કિંમતમાં ધરખમ વધારો થતાં વિદ્યાર્થીઓ સહિત નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. મર્યાદિક આવકમાં ગુજરાન કેવી રીતે ચલાવવુ તે સૌથી મોટો સવાલ છે. ત્યારે હવે નાગરિકોને પેટ્રોલના ભાવ ન પોસાતા પોતાના વ્હીકલો ભૂલી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફ વળ્યાં છે. જેના કારણે સીટી બસ સેવામાં પેસેન્જરોની સંખ્યા વધતા સંચાલકોની આવકમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ જાહેર સેવાઓ તેમના નિયત સમયાનુસાર કાર્યરત હોય ત્યારે વિદ્યાર્થી વર્ગને પોતાના અભ્યાસ અર્થે કોલેજમાં સમયસર લેક્ચર ભરવા માટે નહીં પહોંચી શકતા દુવિધામાં મુકાયા છે. તેઓના શિક્ષણ પર અસર વર્તાતા વિદ્યાર્થીઓએ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે.

પેટ્રોલ ડીઝલની કિંમતમાં ધરખમ વધારો થતાં વિદ્યાર્થીઓ સહિત નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે.

વિદ્યાર્થી વર્ગ માટે ઘણી બધી મુશ્કેલીઓ - MSUની વિદ્યાર્થીની વિશાખા મકવાણાએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.વિદ્યાર્થીઓ જે કારણથી યુનિવર્સિટીમાં આવી રહ્યા છે. અભ્યાસ અર્થે તેવા વિદ્યાર્થીઓને હવે પોતાના વાહનો મૂકી જાહેર વાહનોમાં આવવાની ફરજ પડી રહી છે. પરંતુ આ જાહેર વાહનો એમના સમય પર આવે છે. વિદ્યાર્થીઓના સમય પર નહીં. જેના કારણે વિદ્યાર્થીઓ અગત્યના લેક્ચર યુનિવર્સીટીમાં ભરી શકતા નથી. તેમજ હાજરી નહીં હોવાથી ડિગ્રી લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તાધીશો પાસે એક જ માંગ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવવો જોઈએ. જેથી વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યને લઈને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં.

સીટી બસ ડેપોમાં મુસાફરી કરવા માટે લોકોનો ધસારો વધ્યો

આ પણ વાંચો: Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ ભાડા વધ્યા, ટુર પેકેજ થશે મોંઘા

એવરેજ આપતી ગાડીઓ વિદ્યાર્થીઓ પાસે નથી - પેટ્રોલ,ડીઝલ,સીએનજીના ભાવમાં વધારો થતાં તેની સાથે સાથે અન્ય ચીજવસ્તુઓના પણ ભાવમાં વધારો થઈ રહ્યો છે. આમાં ખાસ કરીને સ્ટેશનરી બુક જેવી શૈક્ષણિક ચીજવસ્તુઓના પણ ભાવ વધી રહ્યા છે. જેથી વિદ્યાર્થી વર્ગ માટે ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે.ભારત દેશમાં યુવાનનો વર્ગ મોટી સંખ્યામાં છે. જો અત્યારથી જ તેમના શિક્ષણને લઇ ભવિષ્યની માટે કઈ વિચારવામાં નહીં આવે તો આગળ જતા આપણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેમ વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું. જ્યારે MSUના વિદ્યાર્થી વિનય સોલંકીએ જણાવ્યું કે સરકાર ભાવ વધારો કરી રહી છે.હાલ આપણે 20 થી 25 વર્ષ પાછળ ધકેલાઈ ગયા છે. હવે એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓને બળદગાડામાં આવવું પડશે.કારણકે પેટ્રોલ,ડીઝલનો ભાવ જ એટલો બધો છે.જેની સામે એવી એવરેજ આપતી ગાડીઓ વિદ્યાર્થીઓ પાસે નથી. મહત્વની બાબત એ છે કે MS યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.

નાગરિકોને પેટ્રોલના ભાવ ન પોસાતા પોતાના વ્હીકલો ભૂલી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફ વળ્યાં છે.

પોતાનું વાહન લઈને આવું એ ખુબ જ મોટી સમસ્યા - આ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી વાહન મારફતે યુનિવર્સિટીમાં આવી રહ્યા છે. પરંતુ સમયસર વાહન નહીં મળતા યુનિવર્સિટી નહીં પહોંચતા તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. જેથી મને લાગે છે કે હવે વિદ્યાર્થીઓએ બળદગાડા લઈને આવવાની તૈયારી કરવી જોઈએ. કારણ કે સરકાર કોઈપણ પ્રકારે પીછે હઠ કે નીચે નમવા તૈયાર નથી. જાણે કે તેમણે પુષ્પા મુવી જોયું હોય. સરકાર પાસે એક જ માંગ છે કે વિદ્યાર્થીઓના હિતમાં આજે ભાવ વધારો છે ફુગાવો છે. તે ઓછો થવો જોઈએ કારણ કે તેનો ભાર ભારતની જનતા પર પડી રહ્યો છે.

જાહેર સેવાઓ તેમના નિયત સમયાનુસાર કાર્યરત હોય ત્યારે વિદ્યાર્થી વર્ગને પોતાના અભ્યાસ અર્થે કોલેજમાં સમયસર લેક્ચર ભરવા માટે નહીં પહોંચી શકતા દુવિધામાં મુકાયા છે.

સીટી બસ સેવાના માથે બોજો વધ્યો - બીજી તરફ સીટી બસના સંચાલક નરેન્દ્રસિંહ રાણા એ જણાવ્યું હતું કે કોરોના ના કારણે સીટી બસમાં પેસેન્જરોની સંખ્યા ઘટીને માત્ર દસ હજાર થઈ ગઈ હતી. આ સાથે જ પેસેન્જર ન હોવાના કારણે કેટલાક રૂટ પણ રદ્દ કરવામાં આવ્યા હતા. હાલ સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે ખાનગી વિહિકલ નાગરિકોને પોસાય તેમ નથી. જેના કારણે છેલ્લા દસ દિવસથી સીટી બસમાં પેસેન્જરોની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો છે. જેના કારણે પેસેન્જરોની સંખ્યા દસ હજારથી વધી 80થી 90 હજારે પહોંચી છે. હાલ CNG ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. આથી સીટી બસ સેવાના માથે બોજો વધ્યો છે. પરંતુ નાગરિકોની આર્થિક સ્થિતિને જોતા સંચાલકો દ્વારા બસના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. મિનિમમ 5 રૂપિયા અને મેક્સિમમ 12 રૂપિયા છે. એ જ ભાડુ રાબેતા મુજબ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.