ETV Bharat / city

વડોદરા પાણીગેટ વિસ્તારમાં બુટ ચંપલની દુકાન પર પોલીસની રેડ

author img

By

Published : May 12, 2021, 9:14 AM IST

જિલ્લામાં કોરોના કેસમાં નજીવો ઘટાડો જોવા મળતા લોકો તમામ પ્રતિબંદ્ધ ભુલીને બહાર નિકળી રહ્યા છે. પાણીગેટની એક શુઝની દુકાનના માલિકે લોકોને શુઝ ખરીદી માટે બોલાવ્યા હતા અને ભીડ એકઠી કરી હતી. પોલીસને આ બાબતની જાણ થતા ઘટના સ્થળે પહોંચી દુકાનના માલિક વિરુદ્ધ કાર્યવાહિ કરી હતી.

vadodara
વડોદરા પાણીગેટ વિસ્તારમાં બુટ ચંપલની દુકાન પર પોલીસની રેડ
  • કોરોના સંક્રમણમાં નજીવો ઘટાડો જોવા મળ્યો
  • પાણીગેટની શુઝની દુકાનમાં કોવિડ ગાઈડ લાઈનનો ભંગ થયો
  • પોલીસે દુકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ઘરી

વડોદરા: શહેરમાં છેલ્લા 48 કલાકમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો હોસ્પિટલમાં નજીવો ઘસારો ઓછો થતાં કેટલાક લોકો જાણે કોરોના જતો રહ્યો હોય તેમ વર્તી રહ્યાં છે. કોરોનાનો કહેર હજી યથાવત છે, ત્યારે પાણીગેટ વિસ્તારમાં આવેલા ધમાકા શુઝમાં બુટની ખરીદી કરવા પહોંચેલા 22 જેટલા લોકોને પોલીસે ઝડપી પાડી દુકાન માલિક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોના કેસમાં આવ્યો નજીવો ઘટાડો

કોરોનાની બીજી વેવમાં સંક્રમણ તેજ ગતિથી વધી રહ્યું છે, એટલું જ નહિ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. એક તબક્કે હોસ્પિટલના બેડ, ઓક્સિજન અને જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ હતી. તેવા સમયે કોરોના પર કાબુ મેળવવા માટે કોરોના કર્ફ્યુ સહિતના નિયમો લાદી દીધા હતા. નિયમો લાગી દીધા બાદ કોરોના પર આંશિક કાબુ મેળવવામાં સફળતા મળી હોવાનો સરકારી તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, કેટલાક લોકો સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. તેવા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો : વડોદરાના પાદરામાં દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન

કોવિડ ગાઈડલાઈનનું ભંગ

પાણીગેટ વિસ્તાર પાસે આવેલી ધમાકા શુઝ નામની દુકાન ચાલુ રાખવા અંગે પોલીસને બાતમી મળી હતી. બાતમીની ખરાઇ કરવા માટે પોલીસની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી પોલીસ ઘટના સ્થળે પહોંચી તો દુકાન બહાર એક વ્યક્તિ ઉભો હતો, તેને દુકાનના શટરનું તાળું ખોલવાનું કહ્યું હતું. દુકાનનું તાળુ ખોલી અંદર જતા 22 જેટલા ગ્રાહકો ખરીદી કરતા હોવાની વાત સામે આવી હતી. પોલીસે કોવિડ ગાઇડલાઇન અને પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ તેમજ એપેડેમીક એક્ટ અંતર્ગત દુકાનના માલિક સહિત ત્રણ આરીફ અબ્દુલગની મેમણ (રહે- મેમણ કોલોની, આજવા રોડ), આદિલ મહંમદ પીંજારી (જીઇબી ઓફિસની બાજુમાં, માંડવી), સાહિલ હનિફભાઇ અરબ (માંડવી, રાવપુરા)ની અટકાયત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.