વડોદરા શહેરમાં આવેલી ગોત્રી જનરલ હોસ્પિટલમાં અવારનવાર ચોરીના (theft case in Vadodara) બનાવ સામે આવતા હોય છે. ત્યારે આજે ફરી એક વખત ગોત્રી હોસ્પિટલમાં ચોરીનો બનાવ નોંધાયો છે. જેમાં દર્દી સાથે રોકાયેલી મહિલાનું પાકીટ ચોરાયું છે. મોડી રાત્રે મહિલાના પાકીટમાંથી રોકડા સહિત સોનાના મંગળસુત્રની ચોરી થઈ હતી. જેને પગલે મહિલાએ ફરિયાદ કરતાં ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે. (General Hospital theft case in Vadodara)
શું હતી સમગ્ર ઘટના મળતી માહિતી મુજબ સુદકાર રાવ નામના દર્દી ગોત્રી જનરલ હોસ્પિટલના ચોથા માળે આવેલી મેડિકલ ICUમાં એડમિટ છે. જેમની સાથે તેમના પત્નિ રોકાયા હતા. રાત્રે મહિલાએ સુતા પહેલા સોનાનું મંગળસૂત્ર અને ઘરેણા પોતાના પાકીટમાં મુક્યા હતા. પાકિટને વ્યવસ્થિત સ્થાને મૂકી તેઓ સુઈ ગયા હતા. પરંતુ સવારે જ્યારે મહિલાએ પોતાનું પાકીટ શોધ્યું તો તે મળ્યું ન હતું. જ્યારે આસપાસ તપાસ કરી તો પાકીટ અન્ય સ્થાને મળ્યું હતું. તેમાં રહેલા રોકડા, સોનાનું મંગળસુત્ર સહિત ઘરેણાં ચોરી થઈ ગયા હતા. (woman wallet stolen General Hospital)
ચોરીની પોલીસ ફરિયાદ મહિલા દ્વારા આ બાબતે ગોરવા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ગોરવા પોલીસની ટીમ ગોત્રી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જ્યાં તેઓએ મહિલા સહિત વોર્ડમાં કામ કરનાન ડોક્ટોરની પણ પૂછપરછ કરી હતી. આ સાથે પોલીસ દ્વારા હોસ્પિટલમાં લાગેલા CCTV કેમેરાની ફૂટેજ પણ લીધી છે. જેની તપાસ કરીને ચોરીનો ભેદ ઉકેલવામાં આવશે. હાલ આ મામલે વધુ તપાસ ગોરવા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.(Vadodara Crime Case)
ફરીયાદીએ શું કહ્યું આ અંગે નયનાબહેને જણાવ્યું હતું કે, તેમના પતિને ચાર દિવસ પહેલા હૃદય રોગનો હુમલો થતા ગોત્રી ટીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલુ હતી, ત્યારે ગતરાત્રીના તેવો હોસ્પિટલમાં પતિ સાથે સુઈ ગયા હતા. તે દરમિયાન તેમના માથા નીચે મુકેલા પર્સમાંથી અજાણ્યા શખ્સોએ મંગલ સૂત્ર અને રોકડા 5 હજાર રૂપિયા કાઢી લીધા હતા. પર્સ નજીકમાં ફેંકી ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન મારા પતિ જાગી જતા તેમને પર્સ લાવારીશ હાલતમાં પડેલું જોયું હતું. જેથી તેઓએ મને ઉઠાડી અને પર્સમાં જોતા તેમાંથી મંગલ સૂત્ર અને રોકડ ગાયબ હતા. જે અંગે આજુબાજુના દર્દીઓના સગાને આ અંગે પૂછતાં કોઈ પગેરું મળ્યું ના હતું. જેથી બનાવની જાણ પોલીસમાં કરવામાં આવી હતી.