વડોદરા: લોકડાઉનના સમયમાં બીડી સિગારેટ તમાકુની બનાવટની આઈટમ વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં કરજણનો ઈસમ કિશનકુમાર લાલવાણી નવા બજાર કરજણને પોલીસે બાતમીના આધારે, બીડી, સિગારેટ તમાકુની બનાવટની આઇટમો સાથે તપાસ કરતાં 1,53,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
કરજણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ એપડેમીક એકટ-1897ની કલમ 3 મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કરજણ પોલીસને મળેલી બાતમીના આધારે કરજણ ટાઉનમાં બજાર સમિતિ પાસે જય પ્રોવિઝન સ્ટોર દુકાન નંબર 101 શાકમાર્કેટના માલિક કિશનકુમાર લાલવાણીની બજાર સમિતિમાં આવેલ દુકાનમાંથી તમાકુની બનાવટની આઇટમો સાથે મોટરસાયકલ પર થેલામાં લઈને નીકળવા અંગેની બાતમીના આધારે કરજણ નગરમાં આવેલ બજાર સમિતિની અંદર પોલીસે વોચ ગોઠવી હતી.
ગતરોજ કિશન કુમાર લાલવાણી મોટરસાઇકલ લઈ થેલામાં ગુટકા, તમાકુ લઈ નીકળતાં પોલીસે રોકી તપાસ કરતાં ઝડપાઈ ગયો હતો. ગુટકા, તમાકુ વગેરે ક્યાંથી લાવે છે? ત્યારે તેઓએ બજાર સમિતિમાં પોતાના ગોડાઉનમાંથી લાવે છે, હોવાનું જણાવતા પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા તમાકુ ગુટકા, સિગારેટ, બીડી, સફેદ, ચૂનો મળી 21 પ્રતિબંધિત વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે મોટરસાયકલ સહિત મોબાઈલ ગુટખા,મસાલા વગેરેની કિંમત 1 લાખ 53 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. બીજી તરફથી આવતી ફોરવ્હીલ બોટાદથી ભરુચ તરફ જઇ રહેલી ગાડી તેમાં 6 કેરેટ વિમલ ગુટખા લઇને ભરુચ આવતા પોલીસને બાતમી મળતા કરજણ જલારામ ચોકડી પાસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.