ETV Bharat / city

વડોદરામાં વાઘોડિયા પાસે અકસ્માતમાં એકનું મોત, CCTV સામે આવ્યા - city st bus

વડોદરામાં વાઘોડિયા ગામ પાસે તાજેતરમાં સર્જાયેલા અકસ્માત(accident)ના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. આ અકસ્માત (accident)માં વડોદરાની સીટી એસટી બસની અડફેટે રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવમાં બસ ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં વાઘોડિયા પાસે અકસ્માતમાં એકનું મોત

author img

By

Published : Jul 23, 2021, 7:02 PM IST

  • પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે થયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા
  • અકસ્માતમાં વડોદરાની સિટી બસની અડફેટે રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત નીપજ્યું હતું
  • પોલીસે આ બનાવમાં બસ ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે

વડોદરા: વાઘોડિયાથી પ્રવાસીઓને લઇને એક સીટી બસ વડોદરા તરફ આવી રહી હતી, તે દરમિયાન પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિનું બસની અડફેટે આવી જતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના હોસ્પિટલના ગેટ પાસે લગાવેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

આ પણ વાંચો- ગીર સોમનાથના કોડીનાર દેવળી(દેદાજી) ગામના ખેડૂતનું માર્ગ અકસ્માતમાં મોત

મોબાઇલ ફોન પર વાત કરતા-કરતા વ્યક્તિ રોડ ક્રોસ કરતો હતો

CCTV ફૂટેજ જોતા અકસ્માત(accident)માં મોતને ભેટેલા વ્યક્તિ મોબાઇલ ફોન પર વાત કરતા-કરતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. મોબાઇલ ફોન પર વાત કરી રહેલો વ્યક્તિ ફોનમાં એટલો વ્યસ્ત હતો કે, બસનો અવાજ સાંભળ્યા વગર રોડ ક્રોસ કરી રહ્યો હતો. મોબાઇલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત વ્યક્તિનું બસની નીચે આવી જતા સ્થળ પર મોત નીપજ્યું હતું.

વડોદરામાં વાઘોડિયા પાસે અકસ્માતમાં એકનું મોત

ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતા સ્થળ પર આવી પહોંચી હતી

વાઘોડિયા ધીરજ હોસ્પિટલ પાસે આ ઘટના બનતા જ લોકોના ટોળાં વળી ગયા હતા. તે દરમિયાન આ બનાવની જાણ વાઘોડીયા પોલીસને થતાં તરત જ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને મરનાર અંગે તપાસ કરતા આ વ્યક્તિનું નામ સચિન કશ્યપ ઉત્તરપ્રદેશનો હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો- તાલાલાના યુવા તલાટીનું જન્મદિવસે જ માર્ગ અકસ્માતમાં મોત, પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત

પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી

સચિન કશ્યપ ધીરજ હોસ્પિટલમાં આવ્યો હતો અને હોસ્પિટલમાંથી નીકળીને રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે વાઘોડિયાથી વડોદરા તરફ જતી સીટી બસની અડફેટે આવી જતાં તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. વડોદરા વાઘોડિયા પોલીસે આ બનાવ અંગે સીટી બસ ચાલક સામે અકસ્માત(accident)નો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.