ETV Bharat / city

Omicron in Vadodara: વડોદરામાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા, કુલ 21 થયા - દંપત્તિ ઓમિક્રોન પોઝીટીવ

વડોદરામાં આજરોજ ઓમિક્રોન (Omicron in Vadodara)ના બે પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં 65 વર્ષિય નાઇરોબી રિટર્ન પુરૂષ અને ટ્રાવેલ હિસ્ટ્રી નહિ ધરાવતા 53 વર્ષિય પુરૂષનો સમાવેશ થાય છે. ટ્રાવેલ હિસ્ટ્રી નહિ ધરાવતા કેસો આગામી સમયમાં ચિંતા ઉભી કરી શકે છે.

Omicron in Vadodara: વડોદરામાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા

author img

By

Published : Dec 30, 2021, 11:00 PM IST

વડોદરા: ઓમિક્રોન (Omicron in Vadodara) પોઝીટીવ કેસોની સંખ્યાં ગતીથી વધી રહી હતી. જો કે શરૂઆતમાં તેજ ગતિ બાદ રોક લાગી હતી. એક તબક્કે વિદેશથી આવેલો મુસાફરોની સરખામણીઓ તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવીને ઓમિક્રોન પોઝીટીવ આવેલા દર્દીઓની સંખ્યા વધારે છે. જે જોતાં લાગે છે કે, શહેરવાસીઓએ ઓમિક્રોન વાયરસની ગંભીરતા લીધી નથી. આજરોજ ઓમિક્રોનના બે પોઝીટીવ કેસ (2 Omicron positive case ) સામે આવ્યા છે. જેમાં 65 વર્ષિય નાઇરોબી રિટર્ન પુરૂષ અને ટ્રાવેલ હિસ્ટ્રી નહિ ધરાવતા 53 વર્ષિય પુરૂષનો સમાવેશ થાય છે. ટ્રાવેલ હિસ્ટ્રી નહિ ધરાવતા કેસો આગામી સમયમાં ચિંતા ઉભી કરી શકે છે.

દંપત્તિ ઓમિક્રોન પોઝીટીવ

17 ડિસેમ્બરના રોજ ઓમિક્રોન માટે નોન હાઇ રિસ્ક કંટ્રીમાંથી આવેલા દંપત્તિ ઓમિક્રોન પોઝીટીવ (Couple Omicron Positive) આવ્યા હતા. ત્યાર બાદ તેમના સંપર્કમાં આવેલો અડધો ડઝન જેટલા લોકો ઓમિક્રોન પોઝીટીવ આવ્યા હતા. જેમાં બાળકોથી લઇને વૃદ્ધો સુધીની ઉંમર વર્ગના તમામ લોકોનો સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે ઓમિક્રોન કોઇ ચોક્કર ઉંમર વર્ગ પર નહિ કોઇને પણ સંક્રમિત કરી શકે છે. દરમિયાન યુકેથી આવેલી યુવતિ કોરોના પોઝીટીવ આવી હતી. તો તાંન્ઝાનિયાથી આવેલો યુવક અમદાવાદ એરપોર્ટ પર આવતા કોરોના પોઝીટીવ થતા તેને સીધો જ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. મોટાભાગના ઓમિક્રોન પોઝીટીવ કેસો નેગેટીવ આવતા તેઓને રજા આપી દેવામાં આવી છે.

65 વર્ષિય પુરૂષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝીટીવ

11 ડિસેમ્બરના રોજ નાઇરોબીથી રિટર્ન થયેલા 65 વર્ષિય પુરૂષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 17 ડિસેમ્બરના રોજ તેઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જીનોમ સિકન્સીંગ (Genome Sequencing in Gujarat)ના સેમ્પલ લેવાયા તે સમયે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દર્દીનો ત્યાર બાદ ઓમિક્રોન રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓનો સંપર્કમાં આવેલા ત્રણ લોકોને ટ્રેસ કરી તેઓના રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા. જેનું પરિણામ નેગેટીવ આવ્યું હતું. અન્ય એક કેસમાં 53 વર્ષિય પુરૂષનો ઓમિક્રોન પોઝીટીવ આવ્યો છે. તેઓની કોઇ વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પ્રારંભીક લક્ષણો જણાતા રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવતા તેઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. તેઓના પરિવારના ત્રણ લોકોના રિપોર્ટ પણ નેગેટીવ આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં ફરી 500થી વધુ કેસો નોંધાયા, 2 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ

આ પણ વાંચો: Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.