વડોદરા: કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્માલા સીતારમનને આજે કેન્દ્રીય બજેટ (Union Budget 2022) રજૂ કર્યું હતું. આ બજેટને લઈને વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે MSME ઉદ્યોગપતિઓ બજેટમાં તેમના માટે મોટી જાહેરાત થવાની આશા હતી. જોકે MSME ઉદ્યોગ (MSME industry in Union budget) અંગે કોઈ મોટી જાહેરાત કરવામાં નહીં (No announcement for MSME industry) આવતા ઉદ્યોગપતિઓ નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે, સરકારે મોટા ઉદ્યોગો અંગે જ જાહેરાત કરી નાના ઉદ્યોગપતિઓને કોરાણે મુક્યા છે, સાથે સાથે આ બજેટને એકંદરે સારું ગણાવ્યું હતું.
આ પણ વાંચો: Gujarat In Union Budget 2022 : બજેટમાં નદીઓને જોડવાની મોટી યોજનાઓમાં ગુજરાતની 3 નદીઓ શામેલ
ટેક્સ દર યથાવત
કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગને કોરોનાકાળને લઈને ટેક્સ સ્લેબમાં વધારાની આશા હતી. જોકે, બજેટના ટેક્સ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. MSME ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓની આશા પર પાણી ફરી વળ્યું હતું, જોકે કેન્દ્ર સરકારે બજેટમાં 2 વર્ષ સુધી ટેક્સમાં સુધારા કરી ITR ફાઇલ કરવાની છૂટ આપતા સરાહના કરી હતી.
આ પણ વાંચો: Union Budget 2022 : ડાયમંડ ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટીનો ઘટાડો, જાણો ફાયદો કે નુકસાન?
ડિજિટલ એસેટ પર 30 ટકા ટેક્સ લાગશે
કેન્દ્ર સરકારે ક્રિપ્ટો કરન્સી સહિત ડિજિટલ એસેટ પર ટેક્સ લાધવાનો પ્રાવધાન રજૂ કર્યો છે. બજેટમાં ડિજિટલ એસેટ પર 30 ટકા ટેક્સ લાદવામાં આવશે, અને તેના વેચાણ પર 1 ટકા TDS લાદવામાં આવશે, જેની MSME ઉદ્યોગપતિઓએ સરાહના કરી હતી, તો સાથે સાથે આ બજેટને કૃષિલક્ષી બજેટ ગણાવ્યું હતું.