ETV Bharat / city

વડોદરામાં તૌકતે વાવાઝોડાના કારણે સર્જાનારી પરિસ્થિતિ અંગે ખાનગી હોસ્પિટલ્સના સંચાલકોને સાવચેત કરાયા - જિલ્લા કલેક્ટરે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી

સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળે તેવી સંભાવના છે ત્યારે વડોદરામાં તૌકતે વાવાઝોડાના કારણે સંભવિત સર્જાનારી પરિસ્થિતિ અંગે વડોદરા શહેર અને જિલ્લાની ખાનગી હોસ્પિટલના સંચાલકોને સાવચેત કરવામાં આવ્યા છે. આ સાથે જ હોસ્પિટલ્સમાં આગ, વીજ પૂરવઠો, પરિવહન, ઓક્સિજન સહિતના કારણોસર કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તમામને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

વડોદરામાં તૌકતે વાવાઝોડાના કારણે સર્જાનારી પરિસ્થિતિ અંગે ખાનગી હોસ્પિટલ્સના સંચાલકોને સાવચેત કરાયા

author img

By

Published : May 17, 2021, 3:41 PM IST

  • વડોદરામાં તૌકતે વાવાઝોડાની થઈ શકે છે અસર
  • વડોદરામાં ખાનગી હોસ્પિટલ્સના સંચાલકોને કરાયા સાવચેત
  • હોસ્પિટલ્સમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તકેદારી રાખવા સૂચના

વડોદરાઃ સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર થઈ શકે છે ત્યારે વડોદરામાં પણ આ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખે વડોદરાની ખાનગી હોસ્પિટલ્સના સંચાલકોને તમામ પ્રકારની તૈયારી કરવા અને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે વીડિયો કોન્ફરન્સથી હોસ્પિટલ્સના સંચાલકો સાથે યોજી બેઠક

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના કારણે પડધરી તાલુકાના અનેક ગામમાં વીજળીના થાંભલા ધરાશાયી

સંબંધિત અધિકારીઓ-સંચાલકોને અપાઈ રહ્યા છે નિર્દેશ

તૌકતે વાવઝોડાના કારણે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું છે. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ તેમ જ મ્યુનિસિપલ કમિશનર શહેર તથા આરોગ્યના અધિકારીઓ સાથે વાવાઝોડાની અસરોને ખાળવા સતત બેઠકો યોજી સંબંધિત અધિકારીઓ-સંચાલકોને નિર્દેશ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના પગલે માંડવી તંત્ર બન્યું સતર્ક, 3610 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું

બપોરે 4 વાગ્યા પહેલાં હોસ્પિટલ તમામ તૈયારીઓ પૂર્ણ કરવા આપ્યા નિર્દેશ

વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા શહેર અને જિલ્લાની ખાનગી હોસ્પિટલ્સના સંચાલકો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તૌકતે વાવાઝોડાથી સંભવિત સર્જાનાર પરિસ્થિતિ અંગે સાવચેત કર્યા હતા અને જરૂરી તમામ વ્યવસ્થા બપોરે 4 વાગ્યા પહેલા પૂર્ણ કરી દેવા સૂચના આપી હતી.

વાવાઝોડાના કારણે પાવર સપ્લાયને સંપૂર્ણ અસર થવાની શક્યતા
વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ ખૂબ મહત્વના છે. તૌકતે વાવાઝોડાના પગલે ઝડપી પવન ફૂંકાવાની સાથે ભાર વરસાદ પડવાની પૂરતી સંભાવના છે. ખાસ કરીને પાવર સપ્લાયને અસર થવાની પૂરી શક્યતા છે ત્યારે દરેક હોસ્પિટલમાં વીજળીનો પૂરવઠો ખોરવાઈ નહીં તે માટે પાવર બેકઅપ માટે બેટરી, ઈન્વર્ટર, જનરેટર સહિતની વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે.

જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે મદદ કરવા સજ્જઃ કલેક્ટર

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ્સમાં તમામ સાધનો યોગ્ય રીતે ચાલે છે તેની ખરાઈ કરવી પણ એટલી જ આવશ્યક છે. આ ઉપરાંત હોસ્પિટલ્સમાં મેડિસીન, સ્ટાફ-દર્દીઓ માટે ભોજન અને પાણીનો પૂરતો જથ્થો સ્ટોકમાં રાખવો. આ સાથે જ હોસ્પિટલમાં ટેક્નિકલ સ્ટાફ હાજર રહેવાની સાથે તમામ લોકો પોતાનો મોબાઈલ પણ ફૂલ ચાર્જ રાખે, જેથી કમ્યુનિકેશન થઈ શકે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર કોઈ પણ મદદ માટે તૈયાર હોવાનું કલેક્ટર શાલિની અગ્રવાલે ઉમેર્યું હતું.

હોસ્પિટલના બહાર બનાવાયેલા શેડ્સ દૂર કરવા કલેક્ટરનો આદેશ

હોસ્પિટલની બહાર બનાવવામાં આવેલા શેડ્સને દૂર કરવામાં આવે તથા કોઈ પણ આગની ઘટના ન બને, જેથી જાનહાની ટાળી શકાય. તેમ જ આ પરિસ્થિતિમાં હોસ્પિટલના જવાબદાર લોકો પણ હાજર રહે તે પણ અગત્યનું છે. આમ, વાવાઝોડાથી થનાર તમામ સંભંવિત અસર અંગે કાળજી લેવા હોસ્પિટલ્સના સંચાલકોને ભારપૂર્વક કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.