વડોદરા વડોદરા શહેરનાં તળાવોનું બ્યુટીફિકેશન Beautification of lakesમાટે વિદ્યાર્થીઓ દ્વારા સર્વે MSU studentsહાથ ધરાયો હતો. મિશન અમૃત સરોવર યોજના હેઠળ વડોદરાની એમ એસ યુનિવર્સિટી MS University નાં વિદ્યાર્થીઓ દ્રારા શહેરના 4 તળાવનો સર્વે કરાયો હતો. છેલ્લા દોઢ મહિનાથી પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા આ સર્વે ચાલતો હતો. આ સર્વે બાદ વીએમસીને અપાયા 40 થી વધુ સૂચનો અપાયા છે. આ સૂચનોને ધ્યાને લઇને સમયાંતરે વીએમસી કામગીરી કરશે.
આ પણ વાંચો અમદાવાદ શહેરના તળાવો માટે કરોડો ખર્ચ તેમ છતાં પરિણામ શૂન્ય કેમ?
ટેકનોલોજીનાં માધ્યમથી સર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિશન અમૃત સરોવર યોજના Amrit Sarovar Yojna હેઠળ અલગ-અલગ શહેરોમાં તળાવનો સર્વે સોંપવામાં આવ્યો છે. વડોદરાની વાત કરીએ તો સંસ્કારીનગરીમાં એમ એસ યુનિવર્સિટી MS University ના ફેકલ્ટી ઓફ આર્કિટેક્ટ Faculty of Architect નાં વિદ્યાર્થીઓ અને ટેકનોલોજીનાં માધ્યમથી સર્વે MSU studentsકરવામાં આવ્યો હતો. 40 જેટલા પ્રશ્નો ઉપર આ સર્વે કરવામાં આવ્યો હતો. 60થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના માધ્યમથી આ સર્વે કરાયો હતો. જેમાં સૂરસાગર, મોટાનાથ, નાનીબાપોદ, કમલાનગર તળાવ Beautification of lakesનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો વડોદરામાં 14 કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશ પૂર્ણ થાય તે પહેલા જ ગાબડા પડતા સ્થાનિકોમાં રોષ
સર્વેમાં શું છે સર્વેમાં બેઠક વ્યવસ્થા, બોટીગ, પાર્કીગ, સેલ્ફી પોઇન્ટ, જળચર પ્રાણી માટે જરુરી સુવિધાઓ ઉભી કરવી આ તમામ બાબતે પ્રશ્નોતરી કરવામાં આવી હતી અને વોટીંગ MSU students પણ કરવામાં આવ્યું છે. હિતેન્દ્ર પટેલ સ્ટેન્ડિગ કમિટી અધ્યક્ષ દ્વારા વધુમાં જણાવાયું હતુ કે MS University ના વિદ્યાર્થીઓની મહેનત ખૂબ જ આવકારદાયક Vadodara lakes more attractive છે અને કરાયેલા Beautification of lakes સર્વે મુજબ વીએમસી VMC Standing Committee કામગીરી કરશે.