ETV Bharat / city

હીનાની હત્યાના આરોપી સચિનને લવાયો વડોદરા - Vadodara News

ગાંધીનગરનાં પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસેથી મળી આવેલા બાળક શિવાંશના માતા- પિતા અંગે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. પોસીલે ભારે મહેનત બાદ તેના પિતા સચિન દિક્ષીતને કોટાથી ઝડપી પાડ્યો હતો. હવે આ મામલે ખુલાસો થઇ રહ્યો છે કે, શિવાંશના પિતા સચિન અને માતા હિના ઉર્ફે મહેંદી વચ્ચે ઝઘડો થયો હતો અને સચિને હિના ઉર્ફે મહેંદીની ગળું દબાવી હત્યા કરી હતી. તે વડોદરા ખાતેના ઘરના રસોડામાં મૃતદેહ છુપાવીને ગાંધીનગર આવી ગયો હતો.

Latest news of Gandhinagar
Latest news of Gandhinagar
author img

By

Published : Oct 10, 2021, 11:02 PM IST

  • શિવાંશ કેસમાં સૌથી મોટો ખુલાસો
  • શિવાંશના પિતા સચિને મહેંદીની ગળુ દબાવી કરી હતી હત્યા
  • પોલીસ સચિનને લઈને પહોંચી મૃતક પ્રેમિકાના વડોદરાના નિવાસસ્થાને

વડોદરા: શિવાંશની માતા હિનાની હત્યાનો ઘટસ્ફોટ થતાં વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા દર્શનમ ઓએસીસના જી-102 નંબરના ફ્લેટ પર પોલીસ અધિકારીઓએ ધામા નાંખ્યા છે. ફ્લેટના રસોડામાં સૂટકેશમાં હિનાનો દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવ્યો હોવાની શંકા છે. હાલ પોલીસે આખા વિસ્તારમાં અવરજવર બંધ કરાવી છે.

સચિન કોટાથી ઝડપાયો

ગાંધીનગરનાં પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે શુક્રવારે રાત્રે અજાણ્યો શખ્સ 8 થી 10 મહિનાના બાળકને મૂકીને નાસી ગયો હતો. શંકાસ્પદ વાહનો અને મોબાઈલ નંબરો અંગે તપાસથી શરૂઆત બાદ પોલીસના પ્રયાસ આખરે સફળ થયા છે. 20 કલાકની મહેનત બાદ પોલીસે પિતા સચિન દિક્ષીતને શોધી કાઢ્યો છે. રાત્રે બાળક શિવાંશને તરછોડ્યા બાદ તે પોતાના પરિવાર સાથે કોટા નાસી ગયો હતો, જ્યાંથી તેને ઝડપી લેવાયો છે.

શિવાંશ કેસમાં ઘટસ્ફોટ: માતા હિનાની તેના જ પ્રેમી સચિને હત્યા કરી, રસોડામાં છુપાવ્યો મૃતદેહ

સચિને હિનાની ગળું દબાવીને હત્યા કરી હતી

સચિને તેની પ્રેમિકા સાથેના અનૈતિક સંબંધમાં બાળકને જન્મ આપ્યો હતો. સચિન હિના ઉર્ફે મહેંદીના પ્રેમમાં હતો અને વર્ષ 2019 થી બન્ને સાથે રહેતાં હતાં. એક કંપનીના શો-રૂમમાં બન્ને સંપર્કમાં આવ્યા હતા. બે મહિનાથી સચિને વડોદરામાં નોકરી લીધી હતી. સચિન પાંચ દિવસ વડોદરા અને બે દિવસ ગાંધીનગર રહેતો હતો. સચિન તેના વતન ઉત્તરપ્રદેશ જવાનો હતો. જે મુદ્દે હીનાએ સચિનને કહ્યું હતું કે, તું વતન ના જઈશ અને મારી સાથે જ રહે. આ મુદ્દે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં આવેલા સચિને હિનાની ગળું દબાવીને હત્યા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.