વડોદરા: સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ હર ઘર તિરંગા અભિયાનનું (Har Ghar Tiranga Movement) એલાન કરતા યુવાનોમાં આ અંગે એક મોટો ઉત્સાહ જોવા મળ્યો છે. ગુજરાતની કલાનગરી વડોદરામાં (Khadi Tiranga Vadodara) યુવાનો હવે ખાદીનો તિરંગો લેવા ઉમટી પડ્યા છે. ખાદી ગ્રામઉદ્યોગમાં મોટી સંખ્યામાં યુવાનો તિરંગો લેતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ખાદી ગ્રામઉદ્યોગના વેપારીઓને પણ આર્થિક રીતે સારો એવો ફાયદો થયો છે.
આ વાંચો: ફ્રેન્ડશીપ ડે: રૂપાલાએ 44 વર્ષ જૂની મિત્રતા નિભાવી, ભેટી પડ્યા
યુવા હૈયામાં ઉત્સાહ: ઘર તિરંગા અભિયાનમાં દરેક શહેરનો નાગરિક જોડાઈ આઝાદીના 75 વર્ષને ખૂબ અદભુત જુસ્સા સાથે ઉજવણીમાં સહભાગી થવા જઈ રહ્યા છે. વડોદરા શહેની અનેક ગવર્મેન્ટ પોસ્ટ ઓફીસમાં આઝાદીના અમૃત મહોત્સવને લઈ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ શહેરના ખાદીગ્રામ્ ઉદ્યોગે પણ આ માટે ખાસ તૈયારીઓ કરી છે. જેમાં ફ્લેગ હોસ્ટિંગથી લઈને, બટન બેચ, પિન બેચ, સ્ટીકર બેચ સહિતના ફ્લેગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
દરેક સાઈઝના ફ્લેગ: અહીં 1 ઈંચથી લઇને 21 ફૂટ સુધીના ફ્લેગ મળી રહ્યા છે. જેની કિંમત રૂપિયા 20થી લઇને 20 હજાર રૂપિયા સુધીના ફ્લેગ મળી રહ્યા છે. ખાસ યુવાનોમાં ખુબ જ ઉત્સાહ પૂર્વક ખરીદી અહીં થતી નજરે પડી રહી છે. 1 લાખના ટાર્ગેટ સામે 75 ટાકા ફ્લેગ વેચાઈ ગયા છે. ખાદી ગ્રામ ઉધોગ ના મેનેજર રાકેશ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાનને લઇ યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વાંચો: અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું કરાયું આયોજન
1 લાખનો ટાર્ગેટ: ખાસ કરીને વડોદરા શહેરમાં ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા દર વર્ષે ખાદીના તિરંગાનું વેચાણ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે હર ઘર તિરંગા અભિયાન અને આઝાદીના 75 વર્ષ નિમિતે દરેક નગરિકમાં ખૂબ જુસો જોવા મળી રહ્યો છે. અમે એક લાખ નો ટાર્ગેટ મૂકવામાં આવ્યો હતો. જેની સામે 75 હજાર જેટલા રાષ્ટ્રધ્વજ વેચાઈ ચુક્યા છે. આવનાર દિવસોમાં પણ ખૂબ જ ખરીદી જોર વધી રહી છે.