- કોરોનાં દર્દીઓની ઇમર્જન્સી સારવાર માટે સયાજી કોવિડ સેન્ટરમાં ટ્રાએજ કાર્યરત કરાયું
- પોઝિટિવ-નેગેટિવ દર્દીની ચિંતા કર્યા વિના જરૂરી જીવન રક્ષક તાત્કાલિક સારવાર અપાશે
- તબિયત સ્થિર થયા બાદ કોવિડ ટેસ્ટ કરી યોગ્ય વોર્ડમાં દર્દીને ખસેડવામાં આવશે
વડોદરાઃ કોરોનાના દર્દીઓને ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં કોરોના ટ્રાએજ વિભાગ શરુ કરવા માટે હોસ્પિટલના સત્તાધીશો તથા વહીવટી નોડલ અધિકારી તબીબો દ્વારા ગતિવિધિઓ શરુ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુવારથી ટ્રાયેજનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
![ગુજરાતનું સૌથી મોટું ટ્રાએજ શરુઃ સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં કાર્યરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-02-ssghospital-trayezsharu-videostory-gj10042_10122020151532_1012f_1607593532_47.jpg)
સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં ટ્રાએજ કાર્યરત કરાયું
ટ્રાએજનો પ્રારંભ હોસ્પિટલના કોવિડ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે શરુ કરવામાં આવ્યો છે. અલબત મધ્ય ગુજરાતનું સૌ પ્રથમ કોરોના ટ્રાયેજ શરુ કરવા સયાજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું હતું. જેનો લાભ કોરોના દર્દીઓને મળશે.
![ગુજરાતનું સૌથી મોટું ટ્રાએજ શરુઃ સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં કાર્યરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-02-ssghospital-trayezsharu-videostory-gj10042_10122020151532_1012f_1607593532_57.jpg)
ટ્રાએજ વિભાગમાં 15 ICU બેડ ફાળવ્યા
ટ્રાએજ એટલે કે હોસ્પિટલમાં આવતા તમામ પ્રકારની ઇજાગ્રસ્તોને તેની ઇજાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇમરજન્સી સારવાર આપવામાં આવતી હોય છે. એ જ પ્રમાણે કોરોનાના આવતા દર્દીઓની ગંભીરતાના આધારે દર્દીની સારવારની પ્રાથમિકતા આપી ટ્રીટમેન્ટ કરવામાં આવશે.ટ્રાએજ વિભાગમાં કુલ 22 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં 15 બેડ ICU માટે અને 6 નોન ICU બેડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત ચોવીસ કલાક ઇન્ટર્ન તબીબ હાજર રહી આરોગ્ય સેવાઓ આપશે તેમ જાણવા મળ્યું છે.
![ગુજરાતનું સૌથી મોટું ટ્રાએજ શરુઃ સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં કાર્યરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-02-ssghospital-trayezsharu-videostory-gj10042_10122020151532_1012f_1607593532_989.jpg)