વડોદરા પંડાલો અને સોસાયટીઓમાં શ્રીજીની સ્થાપના ખૂબ જ ભક્તિભાવપૂર્વક થઇ ચુકી છે ત્યારે શહેરના પોલોગ્રાઉન્ડ પાસે આવેલ રાજસ્થંભ સોસાયટીમાં પર્યાવરણ બચાવો થીમ પર ડેકોરેશન કરી ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. પર્યાવરણ બચાવો થીમ પર ગણેશ પંડાલમાં 10 લાખથી વધુનો ખર્ચ કર્યો છે.
32 વર્ષથી ગણેશોત્સવનું આયોજન રાજસ્થંભ પરિવાર દ્વારા ગણેશોત્સવના આયોજન ક્લાઇમેન્ટ ચેન્જના કારણે જે કુદરતી હોનારતો બની રહી છે. તેમજ આપણે પર્યાવરણની જાળવણીથી વિમુક્ત થઇ રહ્યા છીએ. તેને જોતા પર્યાવરણ બચાવો થીમ પર આ વખતે ગણેશ પંડાલનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. છેલ્લા 32 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરે છે આ માટે 10 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો ભગવાન ગણેશને પીરસવામાં આવતા આ પાંચ પ્રકારના ભોગ છે લોકપ્રિય
અદ્ભૂત થીમ દરરોજ સરેરાશ 4થી 5 હજાર ભક્તો દર્શન માટે આવે છે. આ વખતે ગણેશોત્સવના આયોજન માટે શ્રીયાન ચેરીટેબલ ટ્રસ્ટ પણ બનાવ્યું છે. મુખ્ય રોડથી રાજસ્થંભ સોસાયટી સુધી બંને તરફ લાઇટિંગ કરવામાં આવ્યું છે. તેમજ ગણેશ પંડાલની થીમ પર્યાવરણ બચાવોની છે. એટલે ગુફામાં પ્રવેશતા હોય તેવું પ્રવેશદ્વાર રખાયું છે. અંદર પ્રવેશ કરતા જ વડોદરાની ઓળખ બની ગયેલા મગર, નદી અને પુલ બનાવાયા છે. જ્યારે ગણેશજી જંગલમાં વડના વૃક્ષ નીચે બિરાજમાન છે અને તેમની આજુબાજુમાં રિદ્ધિ-સિદ્ધિ બિરાજેલા છે અને નીચે રમતા શુભ લાભ દેખાય છે. પંડાલમાં વડવાઇ, વહેતા ઝરણા, પશુપક્ષીઓની સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે.
આ પણ વાંચો ગણેશોત્સવમાં AAPએ માર્યું એક તીરથી 2 નિશાન
અદભુત અનુભૂતિનો અહેસાસ રાજસ્તંમ સોસાયટીના ગણપતિ મંડળની અંદર પ્રવેશતા જ ગણપતિ જોવા આવતા લોકોને એક અદ્ભુત અનુભૂતિનો અહેસાસ થાય છે. લોકો કહે છે કે જાણે તેઓ સ્વર્ગની અંદર આવી સાક્ષાત પ્રભુના દર્શન કરતા હોય તેવી અનુભૂતિ તેમને થાય છે. સાથે સાથે પંડાલની અંદર વડોદરાની ઓળખાણ એવા મગર, સાપ અને વાંદરાઓનું પણ સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે. જેના કારણે નાના બાળકોને પણ જોવાની મજા આવી રહી છે. Vadodara Ganesh decoration theme environment