- શહેરના કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી
- પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સાથે દિગ્વિજયસિંહે કરી વાતચીત
- કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે સરકાર પર કર્યા પ્રહારો
વડોદરા : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ ( Former Chief Minister Digvijay Singh ) આજે શનિવારે વડોદરાની મુલાકાતે હતા. પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે 2 દિવસ વડોદરા રોકાયેલા દિગ્વિજય સિંહે વડોદરા શહેર કોંગ્રેસ( Congress vadodara ) સમિતિના કાર્યાલય લકડીપૂલ ખાતે મુલાકાત લીધી હતી અને વડોદરા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઇ કોંગ્રેસ કારોબારી બેઠક
કોંગ્રેસ આગામી ચૂંટણી માટે સજ્જ
સંબોધન કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, મહાનગરપાલિકાના પક્ષના નેતા અમીબેન રાવત સહિત કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર્સ અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન, કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહએ આગામી ચૂંટણી માટે કાર્યકર્તાઓને સજ્જ રહેવા આવાહન કર્યું હતું. પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સાથે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહએ વાતચીત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં અનેક મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ગરીબોના પૈસા ઉદ્યોગપતિઓના ખીસ્સામાં
દિગ્વિજયસિંહે મોંઘવારી મુદ્દે જણાવ્યું હતું કે, ગરીબોના ખીસ્સાના પૈસા ઉદ્યોગપતિઓના ખીસ્સામાં જતા રહ્યા છે. કોરોના અને ચીન મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કરેલી તમામ વાતો સાચી પડી છે, જો સરકાર પહેલાથી જ સજાગ થઈ જાત તો કપરી પરિસ્થિતિ સર્જાત નહી.
આ પણ વાંચો: અમદાવાદમાં લાંભા વિસ્તારના રહીશો અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ મનપાનો કર્યો વિરોધ
આમ આદમી પાર્ટી માત્ર સોશિયલ મીડિયા પર
ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રવેશ અંગે પૂછતા દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી માત્ર સોશિયલ મીડિયા પર છે અને ગુજરાતમાં કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધી રહી છે, કોંગ્રેસ પ્રદેશના હોદેદારોની નિમણૂક અંગે હું કંઈ કહી શકું તેમ નથી તેનો જવાબ ગુજરાતના પ્રભારી અને રાષ્ટ્રીય નેતૃત્વ આપી શકે તેમ છે, પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં તંત્રનો ઉપયોગ કરી ભાજપ સત્તામાં આવી છે. દિગ્વિજય સિંહે વધુમાં કહ્યું કે, આતંકવાદી પ્રવૃત્તિ અને ડ્રોનની બાબતે દેશની સુરક્ષા સામે સવાલો ઊભા થાય છે.