ETV Bharat / city

સાવલીની એડવાન્સ રેઝીન પ્રા.લી.કંપનીમાં લાગી આગ, ફાયર ફાઈટરોએ આગ પર મેળવ્યો કાબુ

સાવલીના મંજુસર GIDCમાં આવેલી એડવાન્સ રેઝીન લી. કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આગનો કોલ મળતા જ સ્થાનિક તેમજ વડોદરા ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઈટરો સાથે સ્થળ પર દોડી આવી આગ બુઝાવવાની કામગીરી હાથધરી હતી.

fire-broke-out-in-savlis-advance-resin-pvt-ltd-company-
સાવલીની એડવાન્સ રેઝીન પ્રા.લી.કંપનીમાં લાગી આગ
author img

By

Published : Jun 15, 2021, 12:36 PM IST

  • સાવલી મંજુસર GIDCમાં આવેલી એડવાન્સ રેઝીન પ્રા.લી. કંપનીમાં આગ
  • ભયાનક આગથી કેપનીમાં બિહામણા દ્રશ્યો સર્જતા લોકોમાં ફફડાટ ફેલાયો
  • વડોદરા ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોચી આગ પર કાબુ મેળવ્યો

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર GIDCના પ્લોટ નં 54-55 માં આવેલી એડવાન્સ રેઝીન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વહેલી સવારે એકાએક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ બનાવ અંગેની જાણ કરવામાં આવતા તુરંત વડોદરા ફાયરબ્રિગેડના ફાઈટરો સ્થળ પર દોડી ગયા હતા. સાવલીની કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવા તજવીજ હાથધરી હતી. સદનસીબે જાનહાનિ ન થતા તંત્રએ રાહત અનુભવી હતી.

સાવલીની એડવાન્સ રેઝીન પ્રા.લી.કંપનીમાં લાગી આગ

ફાયર સેફટી મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે

સાવલી તાલુકાના મંજુસર GIDCમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. અહિં આવેલી એડવાન્સ રેઝીન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. કંપનીમાં કલર બનતો હોવાનું તેમજ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની માહિતી મળી હતી. જ્યારે સમગ્ર કંપની આગની લપેટમાં આવી જતા લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે. હાલ સ્થાનિક પોલીસે આ અંગે આગળની તપાસ હાથધરી છે. જ્યારે બીજી તરફ આ કંપનીમાં ફાયર સેફટીની સુવિધા છે કે નહીં તેમજ સરકારના નીતિનિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કંપની દ્વારા ફાયર સેફટીનો અભાવ હોવાનું તપાસમાં જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગી આગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.