વડોદરાઃ શહેરની ફોનિક્સ સ્કુલમાં અચાનક આગ લાગતા અફરાતફરી (Fire at Phoenix School in Vadodara) મચી હતી. અહીં વિદ્યાર્થીઓને બારીમાંથી બહાર આવ્યા હતા. તો પોલીસ અને સ્થાનિકોએ બાળકોને બારીમાંથી બહાર કાઢવા માટે સીડીની પણ વ્યવસ્થા કરી હતી. બીજી તરફ પોલીસ અને ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીના કારણે સ્થિતિ સમયસર થાળે પડી હતી.
આ પણ વાંચો- Fire in Ahmedabad : અમદાવાદમાં એક બાદ એક ગેસ સિલિન્ડરના ધડાકા
ચાલુ ક્લાસે થયો સ્પાર્ક - મકરપુરા વિસ્તારમાં આવેલી ફોનિક્સ સ્કૂલમાં ક્લાસ ચાલુ હતા. તે દરમિયાન અચાનક સ્પાર્ક થતાં ધૂમાડા નીકળવાના શરૂ થયા હતા. તેના કારણે વિદ્યાર્થીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં વિદ્યાર્થીઓને બારીમાંથી ક્લાસરૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ પણ ફાયર વિભાગ સાથે રેસ્ક્યૂ કામગીરીમાં (Rescue operation in Vadodara fire department) જોડાઈ હતી.
આ પણ વાંચો-Car Fire in Rajkot : પાટણવાવ રોડ પર કારમાં લાગી આગ...
સમયસર બાળકોનું કરાયું રેસ્ક્યૂ - જોકે, બાળકોને સમયસર સ્કૂલની બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવતા અફરાતફરીને ટાળી શકાઈ હતી. જ્યારે કોઈને નુકસાન પણ નહતું પહોંચ્યું. હાલ રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. થોડા વર્ષ પહેલા સુરતમાં ટ્યૂશનમાં આગ (Fire at Phoenix School in Vadodara) અકસ્માતની ઘટનામાં અનેક બાળકો ટપોટપ ઉપરના માળેથી બચવા માટે નીચે કૂદકો મારવા મજબૂર બન્યા હતા. તેમાં અનેકના જીવ ગયા હતા.
ફાયર સેફ્ટીની ડ્રાઈવ શરૂ કરવા લોકોની માગ - વડોદરામાં આજે સવારે આવી જ એક ઘટના ઘટતી રહી ગઈ હોય તેવું પ્રત્યદર્શીનું માનવું છે. હવે આ મામલે તપાસ બાદ જ વધુ માહિતી સામે આવશે, પરંતુ ફાયર વિભાગ દ્વારા વડોદરામાં પણ સેફ્ટીને લઇને શરૂ કરેલી ડ્રાઈવ ફરી શરૂ કરવી જોઇએ તેવું લોકોનું માનવું છે.