- વડોદરા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ
- પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું કોંગ્રેસ નામશેષ
- ડ્રગ્સ કાંડ કોંગ્રેસ સાશિત રાજ્યોમાં વધુ
વડોદરા: ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પાટીલે (Patil at Vadodara BJP get-together) ઉમેર્યું કે, નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોને વિશ્વાસ છે આપણે નાની મોટી ભૂલ કરીએ, ત્યારે લોકો ગુસ્સામાં હોય છે. તેમ છતાં નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈ લોકો ચૂંટણીમાં મત આપે છે. કોંગ્રેસ આટલી મોટી પાર્ટી જે આજે નામશેષ થઈ ગઈ છે. હું તો ક્યારેય કોંગ્રેસનું નામ નથી લેતો, કેમ કે જે નામશેષ છે તેનું નામ પણ કોણ લે? કોંગ્રેસના સમયમાં રામ મંદિરનો આવો ચુકાદો આવ્યો હોત જ્ઞાતિઓ-જાતિઓ વચ્ચે ઝઘડા કરાવ્યો હોત અને આ ઝઘડા વધતાં રામ મંદિરનું કામ પણ બંધ કરાવી દીધું હોત. પાટીલે કાર્યકરોને આહ્વાન કરતા કહ્યું કે, આગામી સમયમાં આપણે રામ ભગવાનના દર્શન કરવા અયોધ્યા જવાનું છે. અને કાશ્મીરમાં 370 અને 35A ની કલમ હટાવી દેવાઈ છે.
ડ્રગ્સ કાંડ કોંગ્રેસ સાશિત રાજ્યોમાં વધુ
કોંગ્રેસ કહેતી હતી કે કલમ હટાવશો તો, કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. જુઓ કલમ હટાવ્યા બાદ કાશ્મીરમાં એક ગોળી પણ ન ફૂટી. અને આજે લોકો શાંતિથી રહે છે. ત્રીપલ તલાકનો કાયદો ભાજપ સરકારે હટાવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં સૌથી વધુ ડ્રગ્સ (Drugs scandal more in Congress-ruled states: Patil) હોય છે. ભાજપની સરકાર ડ્રગ્સ મામલે કોઈ કોમ્પ્રોમાઈઝ નહિ કરે. ગૃહરાજ્ય પ્રધાન ડ્રગ્સ મામલે સરસ કામગીરી કરી રહ્યા છે. ગુજરાતમાં ખૂબ મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું, આરોપી પકડાયા છે.
આ પણ વાંચો: ધરમપુર બરૂમાળ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલએ લક્ષ્યચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો
આ પણ વાંચો: સી.આર. પાટીલ વિરુદ્ધ ભાજપના પૂર્વ કૉર્પોરેટરે ખોલ્યો મોરચો, આપી દીધી મસમોટી શિખામણ