ETV Bharat / city

તૌકતેની અસરથી તરબતર થયા બાદ વડોદરામાં પીવાના પાણીની મોંકાણ - તૌકતે સાયક્લોન

તૌકતે વાવાઝોડું પસાર થઇ ગયા બાદ મહી નદી ખાતેના રાયકા, દોડકા અને ફાજલપુર ગામની વીજ લાઇન પર ઝાડ પડવાથી વીજપુરવઠો ઠપ થયો છે. જેને લઇને વડોદરા શહેરમાં બુધવારે પીવાના પાણીની મોંકાણ સર્જાઈ છે.

તૌકતેની અસરથી તરબતર થયા બાદ વડોદરામાં પીવાના પાણીની મોંકાણ

author img

By

Published : May 19, 2021, 5:17 PM IST

  • વડોદરામાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ
  • વીજપુરવઠો ન મળતાં પાણી પહોંચી શક્યું નથી
  • આશરે 6.20 કરોડ લીટર પાણીનો જથ્થો ઓછો મળતાં થઇ સમસ્યા

    વડોદરાઃ તૌકતે વાવાઝોડાની અસરને પગલે શહેરમાં સર્જાયેલી સ્થિતિ પરથી અંદાજો લગાડી શકાય કે, હજી તંત્રએ પ્રિમોન્સૂન કામગીરી વધુ સઘન બનાવવાની જરૂરત છે. આજે વડોદરા કોર્પોરેશનના મહી નદી ખાતેના ચારમાંથી ત્રણ ફ્રેન્ચકૂવામાં વીજ પુરવઠો ન હોવાથી પંપો બંધ થઇ જતાં પાણીની કટોકટી સર્જાઇ છે. જેને લઈને શહેરના પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં બુધવારે 10થી 20 મિનિટ સુધીનો પાણી કાપ રહેશે. જ્યારે પૂર્વ વિસ્તારમાં પણ 10થી 15 મિનિટ કાપ રહેશે. આજે શહેરીજનોએ કરકસર કરીને પાણીનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. જો કે, વાવાઝોડાની અસર સામે વહીવટીતંત્ર પૂર્વતૈયારીઓ કરવામાં ઉણું ઉતર્યું હોવાનો આ ઘટના પરથી અંદાજો લગાવી શકાય છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ વાવાઝોડાના અસરગ્રસ્ત જિલ્લાઓનું કર્યું હવાઈ નિરિક્ષણ, જૂઓ વીડિયો

પાણીની સમસ્યાના મામલેે વિગતો અનુસાર, તૌકતે વાવાઝોડું પસાર થઇ ગયા બાદ મહી નદી ખાતેના રાયકા, દોડકા અને ફાજલપુર ગામની વીજ લાઇન પર ઝાડ પડવાથી વીજપુરવઠો ઠપ થઇ ગયો હતો. જેથી રાયકા દોડકા અને ફાજલપુરના 13 પંપો બંધ થઇ ગયાં હતાં. ગત રોજ ભારે પવન અને વરસાદમાં વીજ નિગમનો સ્ટાફ ફોલ્ટ શોધી રહ્યો હતો અને ફોલ્ટ મળતાં જ રિપેરિંગ કામ શરુ કરી દીધું હતું.

કુલ 4 કરોડ 70 લાખ લીટર પાણી ઓછું મળ્યું

મહી નદી ખાતે માત્ર પોઇચાના પંપ ચાલુ છે. કોર્પોરેશનને રાયકા, દોડકા અને ફાજલપુર કૂવામાંથી 37 એમએલડી એટલે કે 3 કરોડ 70 લાખ લીટરની ઘટ પડશે. જ્યારે ખાનપુરમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં ત્યાં પણ 10 એમએલડી એટલે કે 1 કરોડ લીટર ઘટ પડી છે. આમ કુલ 4 કરોડ 70 લાખ પાણી ઓછું મળ્યું છે. ત્રણેય કૂવાનું પાણી શહેરના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 10 લાખની વસ્તીને મંગળવારની સાંજે જ પાણીની તકલીફ પડી હતી અને બુધવારની સવારે આ ટાંકી હેઠળના સવારના ઝોનમાં પણ પાણીની રામાયણ રહેશે. જો સમયસર વીજ પુરવઠો પૂર્વવત ચાલુ ન થાય તો વધુ દોઢ કરોડ લીટર પાણીની અછત ઊભી થશે અને તેના લીધે પાણી કાપ વધુ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાશે. આમ શહેરને એક જ દિવસમાં આશરે 6.20 કરોડ લીટર પાણીનો જથ્થો ઓછો મળતા ભરવરસાદે પાણીની મોકાણ સર્જાય તેવી સ્થિતિ ઉભી થશે.

આ પણ વાંચોઃ વડોદરાની કંપની સાથે ચેન્નઈના એજન્ટે રો મટિરિયલના નામે 1.94 કરોડ રૂપિયા પડાવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.