- વડોદરામાં વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને લઈ વિદ્યાર્થી સંગઠનોમાં રોષ
- MS યુનિવર્સીટીના AGSU ગૃપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
- જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ધોરણ 1થી 10 અને 11 તેમજ યુનિવર્સિટીમાં વિવિધ કેટેગરીમાં માસ પ્રમોશન જાહેર કરાયું છે. જેની અસર વડોદરાની MS યુનિવર્સિટીના 45,000 જેટલા વિદ્યાર્થીઓને થનારી છે. ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન AGSU દ્વારા માસ પ્રમોશન નિર્ણય રદ કરવાની માગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ઓનલાઈન પરીક્ષા લેવા વિદ્યાર્થી અગ્રણીઓએ માગ કરી
કોરોના મહામારીને પગલે વર્ષ 2021નું શૈક્ષણિક વર્ષ ઓનલાઇન શિક્ષણમાં પૂર્ણ થયું છે. આંતરિક પરીક્ષા ઓનલાઈન જ લેવામાં આવી છે. ત્યારે વડોદરાની MS યુનિવર્સિટીમાં આશરે 45 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે.ઉપરાંત ઓનલાઇન પરીક્ષા માટે યુનિવર્સિટીનું પોતીકું પોર્ટલ બનાવ્યું છે.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમના ઘરેથી પોર્ટલમાં જ પરીક્ષા આપે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આખું વર્ષ ઓનલાઈન શિક્ષણ મેળવીને મહેનત કરી છે.ત્યારે માસ પ્રમોશન આપવાથી તેમની માર્કશીટમાં એકેડમિક પ્રોગ્રેશન લખાશે.જે તેમની કારકિર્દી માટે નડતર રૂપ બનશે અને નોકરી રોજગાર મેળવવા બાધારૂપ બનશે.તેથી માસ પ્રમોશન ન આપવાની માગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: એમ.એસ.યુનિવર્સિટી ખાતે વિધાર્થી દ્વારા ઓનલાઈન પરીક્ષા યોજવાની કરાઈ માગ
સરકાર દ્વારા MS યુનિવર્સિટીને ઓનલાઇન પરીક્ષા લેવા માટે પરવાનગી આપવામાં આવે
વડોદરાની MS યુનિવર્સિટીના વિધાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયનના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવ્યા છીએ અને કલેકટરને રજૂઆત કરી છે કે, રાજ્ય સરકાર દ્વારા જે માસ પ્રમોશનનો નિર્ણય કરવામાં આવ્યો છે.પણ જે વિદ્યાર્થીઓ પ્રથમ,દ્વિતીય અને તૃતીય વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે.તો અમારું એવું કહેવું છે કે MS યુનિવર્સિટી પાસે પોતાનું એક્ઝામ પોર્ટલ છે.ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓએ હજારોની સંખ્યામાં પરીક્ષા આપી છે અને ખૂબ સારી રીતે પરીક્ષા આપી છે.
વિદ્યાર્થીઓને ડિગ્રી, ફાઇનલ વર્ષના પરિણામ પર અસર પડશે
જો તમે માસ પ્રમોશન કરશો તો વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી છે. જે આગળ જઈને પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે, પરંતુ માસ પ્રમોશનમાં ગત વર્ષે જે વિદ્યાર્થીઓને સેમેસ્ટરમાં માર્ક્સ મળ્યા છે તે જ આવવાના છે. જોકે, જે વિદ્યાર્થી ઉત્સાહીત હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને સારા માર્કે ઉત્તીર્ણ થતા હોય તો તેવા વિદ્યાર્થીઓનું શું. એ વિદ્યાર્થીઓને ડિગ્રી, ફાઇનલ વર્ષના પરિણામ પર અસર પડશે. માસ્ટરમાં જ્યારે પ્રવેશ મેળવવા જશે ત્યારે તેમને અનેક ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તો અમે કહી રહ્યા છે કે અમારી યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા લે.
આ પણ વાંચો: MS યુનિવર્સિટીની પરીક્ષાનું પરિણામ આપવામાં વિલંબ, NSUIએ રજિસ્ટ્રારને બદામ આપી કર્યો અનોખો વિરોધ
યુનિવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી
યુનિવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. વારંવાર રજૂઆત કરી, ધરણા પ્રદર્શન કર્યું તેમ છતાં પણ કોઈ સંતોષકારક જવાબ નહીં પડતા ન છૂટકે કલેકટરને રજૂઆત કરી છે કે, અમારી આ રજૂઆત સરકાર સુધી પહોંચે અને સરકાર દ્વારા MS યુનિવર્સિટીને ઓનલાઇન પરીક્ષા લેવા માટે પરવાનગી આપવામાં આવે જેથી યુનિવર્સીટી ઓનલાઈન પરીક્ષા યોજવા નિર્ણય લઈ શકે તેમ જણાવ્યું હતુ.