ETV Bharat / city

ચાર હજાર દાંતોનું અનોખું દંત સંગ્રહાલય, જાણો વિશેષતા - Individual dental museum in Gujarat

તમને ખબર છે વડોદરામાં ગુજરાતનું એકમાત્ર વ્યક્તિગત (Individual dental museum in Gujarat)અને ખાનગી દંત સંગ્રહાલય (Dental Museum in Vadodara) છે? અહીં આશરે 4,000થી વધુ નમૂના પ્રદર્શિત કરતું દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય (Dr. Chandarana Dental Museum of Vadodara) છે જે નિહાળવા પણ જઇ શકાય છે.

ગુજરાતનું એકમાત્ર વ્યક્તિગત અને ખાનગી દંત સંગ્રહાલય ક્યાં છે અને શું છે વિશેષતા જાણો

author img

By

Published : May 12, 2022, 2:46 PM IST

Updated : May 12, 2022, 3:02 PM IST

વડોદરા- આરોગ્ય અને શરીરની જાળવણીમાં દાંતની ઘણી અગત્યતા છે. પરંતુ આ 32 આરોગ્ય રક્ષકોની અગત્યતા અને તેમની કાળજી (Dental treatment and care) લેવાની જરૂરિયાતની જાણકારી લોકોમાં ખૂબ ઓછી હોય છે. દાંતની સંખ્યા 32 હોય કે દુધિયા દાંત પડી જાય પછી નવા અને કાયમી દાંત આવે, એવી પ્રાથમિક સિવાય ભાગ્યે જ કોઈ માહિતી દાંત અંગે આપણે ધરાવીએ છે. એ હલે કે ભારે વેદના ન આપે ત્યાં સુધી આપણે ભાગ્યે જ એની કાળજી લઈએ છે. પરિણામે યોગ્ય કાળજી લઈને નિવારી શકાય એવા દાંતના રોગોનું પ્રમાણ અને દાંતની મોંઘી સારવારનું આર્થિક ભારણ વધતું જાય છે.

4,000થી વધુ નમૂના પ્રદર્શિત કરતું દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય

વડોદરાના દંત ચિકિત્સકની અથાગ પરિશ્રમનું પરિણામ એટલે દંત સંગ્રહાલય -વડોદરાના દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને ડો.પ્રણવએ સ્વ ખર્ચે અને દુનિયામાં જ્યાંથી મળી ત્યાંથી દાંતને લગતી, ચિકિત્સાને લગતી, તેના ઇતિહાસ અને ભૂતકાળને લગતી, દાંતની કાળજીને લગતી સાધન સામગ્રી એકત્ર કરીને, અંદાજે 4,000થી વધુ નમૂનાઓ પ્રદર્શિત કરતું, દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય (Dr. Chandarana Dental Museum of Vadodara) બનાવ્યું છે. કદાચ ગુજરાતનું અને દેશનું આ એકમાત્ર ખાનગી દંત સંગ્રહાલય (Dental Museum in Vadodara)છે.

લઇ શકાય છે મુલાકાત- આગોતરો સંપર્ક કરી સમય લઈને શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓને કોઈ પ્રવેશ ફી વગર વિનામૂલ્યે તે બતાવી શકે છે અને રસ ધરાવતા લોકો પણ એ રીતે એની મુલાકાત લઈ શકે છે. તાજેતરમાં ડો. ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમનો (Dr. Chandarana Dental Museum of Vadodara) સાતમા વર્ષમાં પ્રવેશ થયો છે.

સ્થાપક ડો.યોગેશ ચંદારાણા કહે છે આ વર્ષો દરમિયાન 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને જીજ્ઞાસુઓએ આ સંગ્રહાલય (Dental Museum in Vadodara)નિહાળ્યું છે. દર બે હજાર વર્ષે જડબા સંકોચાય છે અને દાંતની સંખ્યા ઘટે છે. આપણે જ્યારે માતાના ગર્ભાશયમાં ટૂંટિયું વાળીને બચ્ચા તરીકે આરામ ફરમાવતા હોઇએ ત્યારથી પેઢા નીચે દાંત બનવાની શરૂઆત થાય છે અને જન્મ પછી 6 થી 7 મહિને આ છુપા રુસ્તમો પેઢાનું આવરણ તોડીને પ્રગટ થાય છે. આ પ્રક્રિયા બાળકને વેદના આપનારી હોવાથી અંગ્રેજીમાં ટીથીંગ ટ્રબલ જેવી ઉકિત પ્રચલિત બની છે.

દાંતને લગતી, ચિકિત્સાને લગતી, તેના ઇતિહાસ અને ભૂતકાળને લગતી, દાંતની કાળજીને લગતી સાધન સામગ્રી

દાંતની સારવાર અને તબીબોને વિશ્વની ટપાલ ટિકિટો પર પણ સ્થાન મળ્યું- દાંત, દાંતની સારવાર અને દાંતના તબીબોને વિશ્વની ટપાલ ટિકિટો (Teeth on postage stamps) અને ડાક સાહિત્યમાં પણ સ્થાન મળ્યું છે. ચલણી સિક્કા પર પણ દાંત કોતરાયલા છે. તમાકુ સહિત દાંતના જાની દુશ્મનો જેવા વિવિધ વ્યસનો છે. ડો.પ્રણવ જણાવે છે દાંતને લગતો અમારા મ્યુઝિયમનો (Dr. Chandarana Dental Museum of Vadodara) ખજાનો 'ખાનગી વ્યક્તિની માલિકીનો એશિયાનો સૌથી મોટો સંગ્રહ' (Individual dental museum in Gujarat)હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે અને ટૂંક સમયમાં નામાંકિત સંસ્થાઓ દ્વારા આ હકીકત પ્રમાણિત કરવામાં આવે એવો અમારો પ્રયત્ન છે.આ સંગ્રહાલયમાં (Dental Museum in Vadodara)સાહિત્ય અને એકઝીબિટ્સ રૂપે પ્રદર્શિત છે. તેમનો આશય આ સંગ્રહાલય દ્વારા લોકોને દાંત આજીવન સચવાય એવી કાળજી (Dental treatment and care) લેવાની આદત પાડી, દાંતની મોંઘી સારવારનો ખર્ચ બચાવવાનો છે.

Last Updated : May 12, 2022, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.