વડોદરા: છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી કોરોના મહામારીના કારણે તમામ લોકોના રોજગાર ધંધા અટકી ગ્યા પડ્યા છે. ત્યારે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સ્વાસ્થય કર્મીઓ આ મહામારી દરમિયાન ખડે પગે રહ્યા છે.
કોરોના મહામારીમાં વડોદરા શહેરની ‘ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ’માં કામ કરતા વોર્ડ બોય, આયા, નર્સો, ડ્રાઈવર વગેરે આરોગ્ય કર્મીઓ સહિતના કુલ 1000 જેટલા કામદાર ભાઈઓ અને બહેનોએ વડોદરા આરોગ્ય સેવા કર્મચારી સંગઠન યુનિયન બનાવ્યું છે.
આ યુનિયનમાં પ્રમુખ જગદીશભાઈ સોલંકી, મહામંત્રી રાજેશભાઇ આયરે દ્વારા માંગણી ઉપસ્થિત કરી છે. જેમાં યુનિયન અને હોસ્પિટલ મેનેજમેન્ટ વચ્ચે અનેક મિટિંગો અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હાલની કોરોના મહામારીના કારણે સંસ્થામાં કામ કરતા કામદારોને વધારાના ખર્ચને પહોંચી વળવા મદદરૂપ થશે. હાલમાં થયેલા સમાધાન પ્રમાણે દરેક કર્મચારીને 1 વર્ષનું એરીયર્સ આપવામાં આવશે. જેમાં એક સાથે રૂપિયા 29 હજાર 300 જેટલી રકમ મળશે, સાથે જ કપડાં અને દવા સહિતના અન્ય લાભો પણ મળશે.