- રાજ્ય સરકાર દ્વારા 28 એપ્રિલથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું
- આજે મંગળવારે બજારમાં નાગરિકોની ભીડ નહીવત હતી
- જે વેપારીઓ ધંધો કરે છે તેઓએ પણ માસ્ક પહેર્યું ન હતું
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા 28 એપ્રિલથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ગત રોજથી વેપારીઓને ધંધા-રોજગારમાં છૂટ આપતા ETV bharat દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી કે, બજારમાં નાગરિકો ભીડ ઉમટે છે કે નહીં અને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે કે નહીં, પરંતુ બજારોમાં ભીડ નહિવત છે. જે નાગરીકો ખરીદી કરવા માટે આવે છે તેમાં નાગરિકો અને વેપારીઓમાં હજુ પણ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: બજારો ખુલતાં જ રાજકોટ અધધ એડવાન્સ બુકીંગ...
વેપારીઓને સવારના 9થી બપોરના 3 સુધી પોતાના ધંધા-રોજગાર શરૂ કરવાની છૂટ
કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 28મી એપ્રિલના રોજ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ વેપારીઓ દ્વારા લોકડાઉનનો વિરોધ કરીને લોકડાઉનમાં ધંધા રોજગાર માટે વેપારીઓને ધંધો કરવા માટે છૂટછાટની રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા 21મી એપ્રિલના રોજથી વેપારીઓને સવારના 9થી બપોરના 3 સુધી પોતાના ધંધા-રોજગાર શરૂ કરવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ આજે ETV bharat દ્વારા વડોદરા શહેરના મંગળ બજાર ખાતે રીયાલીટી ચેક કરવામાં આવી હતી.
આ પણ વાંચો: 22 દિવસના આંશિક નિયંત્રણ બાદ અન્ય ધંધા-રોજગાર થયા શરૂ
બહાના કાઢીને વેપારીઓ છટકબારી કરી રહ્યા છે
મંગળ બજાર વડોદરા શહેરના હાર્ટ વિસ્તારમાં આવેલું છે. બજાર છે ત્યાં મધ્ય ગુજરાતમાંથી નાગરિકો ખરીદી કરવા માટે આવે છે. આજે મંગળવારે નાગરિકોની ભીડ નહીવત હતી પણ જે નાગરીકો ખરીદી કરવા માટે ઉમટયા હતા તેમાં કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું ન હતું. જે વેપારીઓ ધંધો કરે છે તેઓએ પણ માસ્ક પહેર્યું ન હતું. તે બાબતે એક વેપારીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હું ચા પીવુ છું એટલે માસ્ક ઉતાર્યું હતું. આમ બહાના કાઢીને વેપારીઓ છટકબારી કરી રહ્યા છે.