ETV Bharat / city

વડોદરામાં એક કોર્પોરેટર અને એક મહિલા કાઇન્સિલર કોરોના પોઝિટિવ - Women corporators Jyotiben patel

વડોદરામાં ભાજપના કોર્પોરેટર હેમિષા ઠક્કરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ શિવજી કી સવારીના ઉત્સવમાં અગ્રણીઓ તથા લોકોના સંપર્કમાં આવ્યા હતા. મહિલા કોર્પોરેટર જયોતિબેન પટેલને પણ ગાંધીનગર ગૃહ ખાતે તબિયત લથડી હતી. તેમનો રિપોર્ટ કરાવતાં તેઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ભાજપના કોર્પોરેટર હેમિષા ઠક્કર
ભાજપના કોર્પોરેટર હેમિષા ઠક્કર
author img

By

Published : Mar 16, 2021, 8:22 AM IST

  • વડોદરામાં વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં
  • વોર્ડ નં.-6નાં ભાજપના મહિલા કાઉન્સિલરને કોરોના
  • રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવતાં હોમ ક્વોરોન્ટાઇન

વડોદરા : શહેરમાં વાજતે-ગાજતે નીકળેલી શિવજી કી સવારીમાં હાજર રહેલા ભાજપાના મહિલા કોર્પોરેટર હેમિષા ઠક્કર કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. છેલ્લા બે દિવસના સમયગાળા દરમિયાન તેઓ અનેક લોકો અને અગ્રણીઓના સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તે જ રીતે મહિલા કોર્પોરેટર જયોતિબેન નિતિન પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. શહેરમાં શિવરાત્રિના દિવસે નીકળેલી શિવજી કી સવારીમાં ઉત્સાહભેર ભાજપાના મહિલા કોર્પોરેટર હેમિષા ઠક્કર પણ જોડાયા હતા.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી, પૂર્વ ધારાસભ્ય આવ્યા કોરોના પોઝિટિવ

મહિલા કોર્પોરેટર જયોતિબેન પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
શિવજી કી સવારીના ઉત્સવ દરમિયાન તેઓ અનેક અગ્રણીઓ તેમજ લોકોના સંપર્કમાં આવ્યા હતા. શિવજી કી સવારીમાં હાજરી આપ્યા બાદ તેમને શરદી, તાવ અને ખાંસી વગેરે જેવી તકલીફ થઇ હતી. તેઓએ કોરોના ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલા લોકોને હવે પોતાનો ટેસ્ટ કરાવવો અનિવાર્ય બન્યો છે. હાલ તેઓની સારવાર શરુ કરવામાં આવી છે. તે જ રીતે સભાના દિવસે હાજર થયેલા મહિલા કોર્પોરેટર જયોતિબેન પટેલને ગાંધીનગર ગૃહ ખાતે ઉલટી થઇ હતી. ત્યારબાદ તેઓને ઘરે લઇ જવામાં આવ્યાં હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ પણ વાંચો : બિહારમાં ભાજપ કાર્યલયમાંથી એકી સાથે 75 નેતાના કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.