- ખંડેરાવ માર્કેટ ખાતે કોર્પોરેશન દબાણ ટીમ ફ્રુટ માર્કેટ પહોંચી હતી
- કોરોનાને લઇ વેપારીઓ સાવચેતી રાખે તેવો અનુરાધ કર્યો
- કોર્પોરેશન દબાણ ટીમ સાથે દબાણ હટાવવાની સફાઇ ઝુંબેશ
- ફ્રુટ માર્કેટ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરતા મામલો બિચક્યો
- વેપારીઓને પાલિકાના દબાણ ટિમ વચ્ચે તું તું મેમે
વડોદરાઃ વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ નંબર ૫ ની કચેરીના સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ વોર્ડ ઓફિસર અને ઝોન ના VMC દ્વારા નિયમિત રીતે ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ફ્રુટ માર્કેટ ખાતે કોરોના સાવચેતીના નિયમોનું પાલન થાય તે માટે વેપારીઓને અનુરોધ કરીને ગેરકાયદેસર હંગામી દબાણો હટાવવામાં આવે છે.
વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી
સોમવારે સવારે વોર્ડની ટીમ સફાઈ સેવકો સાથે દબાણો હટાવી સફાઇ ઝુંબેશ માટે ગઈ હતી. તે દરમિયાન વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે તું..તું..મેં..મેં.. ના દ્રશ્યો સર્જાયા હતાં. જેને લઇ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર થઇ ગયા હતા. સુપરવાઇઝર તેમજ સફાઈ કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમની સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલવામાં આવ્યા છે. જેની જાણ પોલીસને કરાતા મામલો નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારે વિસ્તારના કાઉન્સિલર બાળુ સુર્વે તેમજ પાલિકાના પૂર્વે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને બનાવ અંગેની જાણ થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મધ્યસ્થી બની મામલો થાળે પાડ્યો હતો.