ETV Bharat / city

વડોદરામાં દાદાગીરી તો બંધ થઇ ગઇ દાઢી ટોપીની: ધારાસભ્ય શૈલેષ સોટ્ટા - વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

વડોદરા પાસે આવેલા ડભોઇના ભાજપના ધારાસભ્ય (vadodara dabhoi mla) શૈલેષ મહેતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (bjp mla Video viral ) થઇ રહ્યો છે, જેમાં તેઓ એક મંદિરના સ્ટેજ પરથી સંબોધતા જણાવે છે કે, દર્ભવતી ડભોઇમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ ગઇ. છેલ્લા ચાર વર્ષમાં એક પણ કોમ્યુનલ તોફાન થયું નથી. જો કે, શૈલેષ સોટ્ટા તેમના વિવાદીત નિવેદનોને કારણે અગાઉ પણ ભારે ચર્ચામાં રહી ચુક્યા છે.

વડોદરામાં દાદાગીરી તો બંધ થઇ ગઇ દાઢી ટોપીની: ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

author img

By

Published : Jan 2, 2022, 11:02 PM IST

વડોદરા: શહેરથી 30 કિમી દુર ડભોઇ આવેલું છે. ડભોઇમાં છેલ્લી વિધાનસભા 2017ની ચુંટણીમાં ભાજપના ધારાસભ્ય (vadodara dabhoi mla) શૈલેષ મહેતા (સોટ્ટા) ચુંટાઇને આવ્યા હતા. ચુંટણી પહેલાના તેમના ભાષણોમાં તેઓએ કોઇનું નામ લીધા વગર વિવાદીત નિવેદન (Controversial statement ) આવ્યા હતા. હાલ વિધાનસભાની ચુંટણીને એક વર્ષ જેટલો જ સમય બાકી છે. તેવા સમયે એક વિડીયો (bjp mla Video viral ) સામે આવ્યો છે. જેમાં ધારાસભ્યના નિવેદનને કારણે ભવિષ્યમાં વિવાદ થાય તો નવાઇ નહિ.

વડોદરામાં દાદાગીરી તો બંધ થઇ ગઇ દાઢી ટોપીની: ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

શાકોત્સવ કાર્યક્રમ

ડભોઇને દર્ભાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. કલાલી ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગતરોજ શાકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ડભોઇ (દર્ભાવતી)ના ધારાસભ્ય શૈલેષ મહેતા (Bjp mla sailesh mehta) (સોટ્ટા) હાજર હતા. દરમિયાન તેઓએ સ્ટેજ પરથી લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, મેં ત્યારે કહ્યું હતું ડભોઇને દર્ભાવતી બનાવવા આવ્યો છું. પુરાણી સ્વામી જાણે છે કે ડભોઇ હવે દર્ભાવતી તરફ આગળ વધી રહ્યું છે. જે કોઇ અહિંયાથી ત્યાં પસાર થયું હશે તેમણે જોયું હશે કે કંઇક ફેરફાર દેખાય છે. અને જે લોકોની દાદાગીરી હતી તે બંધ કરાવવાની જવાદબારી હતી. અત્યારે પુરાણી સ્વામી એ દાદાગીરી તો બંધ થઇ ગઇ દાઢી ટોપીની.

વધુમાં વધુ 14 વખત સરકારી આંકડા પ્રમાણે તોફાન

વધુમાં તેઓ જણાવે છે કે, હું ગયો ત્યારે વર્ષમાં કમસેકમ 7 વખત વધુમાં વધુ 14 વખત સરકારી આંકડા પ્રમાણે તોફાન થતા હતા. 4 વર્ષમાં એક પણ કોમ્યુનલ તોફાન થયું નથી. ફરી એક વખત કહું છું જે રીતે વર્ત્યો છું તે રીતે વર્તવાનો છું. જન્મે હિંદુ છું, ધર્મે હિંદુ છું અને કાયમ માટે હિંદુ જ રહેવાનો છું. આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. જો કે આ નિવેદનને કારણે ભવિષ્યમાં કોઇ વિવાદ થાય છે કે કેમ તે આવનાર સમય જ બતાવશે.

આ પણ વાંચો: Surat Stuntman in Jail: રસ્તે બન્યા ખલનાયક, તો પોલીસ મથકમાં હાથ જોડતા સ્ટંટબાઝ

આ પણ વાંચો: Rajkot Vaccination Drive: બાળકો ભણાવા હોય તો પહેલા પોતે વેક્સિન મુકાવો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.