- કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
- રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સહિતના મુદ્દે પાઠવ્યું આવેદનપત્ર
- કોવિડ કામગીરી તથા રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે આયોજન કરવા રજૂઆત કરી
વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસ દ્વારા રેમડેસિવિર ઇન્જેકશનની કાળાબજારી સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં કોંગ્રેસે જણાવ્યું છે કે, મહાનગરપાલિકા દ્વારા ખાનગી સ્થળોની જગ્યાએ સરકારી સ્થળોએ કોવિડ સેન્ટર ઉભા કરવા જોઈએ. તેમજ હાઈકોર્ટે સરકાર સામે સુઓમોટો કેસ ફાઈલ કર્યો છે તે જોતા સરકારની નિષ્ફળતા સાબિત થાય છે. કોરોના મહામારીમાં દર્દી તથા સંબંધીઓ તમામ સેવા માટે લાઈનમાં ઉભા રહે છે. લોકોને પુરી સુવિધા ન આપી શકતા હોય તો સર્વપક્ષીય બેઠક બોલાવી ચોક્કસ રણનીતિ નક્કી કરવી જોઈએ.
આ પણ વાંચોઃ વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ બનતા 11 રેપિડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરાયા
સી.આર.પાટીલને કેવી રીતે ઈન્જેક્શન મળ્યા તે અંગે તપાસની માગ કરી
વધુમાં જણાવ્યું કે, લોકો પોતાના પરિવારજનોને બચાવવા માટે રેમડેસિવિર ઇન્જેક્શન માટે ધક્કા ખાઈ રહ્યા છે અને સત્તાધારી પક્ષના અગ્રણીઓ ભાજપનો ખેસ પહેરી કાર્યક્રમો કરીને વાહવાહી મેળવી રહ્યા છે. લોકોને ઇન્જેક્શન મળી રહ્યા નથી, ત્યારે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને કેવી રીતે ઈન્જેક્શન મળ્યા તે અંગે તપાસ થવી જોઇએ. પ્રજાની પડખે આવેલા કોગ્રસના કાર્યક્રમમા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા અને કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર પાઠવીને કોવિડ કામગીરી તથા રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે ચોક્કસ આયોજન કરવા રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ વધતા કોરોના કેસને લઇને હોસ્પિટલો હાઉસ ફૂલ, લાલબાગ અતિથિગૃહ ખાતે પ્રથમ કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું